ગુજરાત

gujarat

Stock Market India: ફરી એક વાર ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 301 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Feb 16, 2022, 10:10 AM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 301.55 પોઈન્ટ (0.52 ટકા)ના વધારા સાથે 58,443.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 91 પોઈન્ટ (0.52 ટકા)ની મજબૂતી સાથે 17,443.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: ફરી એક વાર ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 301 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: ફરી એક વાર ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 301 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ રશિયા યુક્રેન સંકટ (Russia Ukraine Crisis) ટળવાની આશા સાથે વૈશ્વિક બજાર તરફથી સંકેત (World Stock Exchange) સારા મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 301.55 પોઈન્ટ (0.52 ટકા)ના વધારા સાથે 58,443.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 91 પોઈન્ટ (0.52 ટકા)ની મજબૂતી સાથે 17,443.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃFinancial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...

વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયન બજારમાં આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 41.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2.10 ટકાના વધારા સાથે 27,428.02ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.06 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 1.43 ટકાના વધારા સાથે 18,208.89ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 1.70 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.68 ટકાના વધારા સાથે 3,469.65ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃMutual fund redemption: જાણો, મ્યુચ્યૂઅલ ફંડ રિડેમ્પશન અંગે

આજે ચર્ચામાં રહેનારા શેર

આજે દિવસભર ટેક મહિન્દ્રા (Tech Mahindra), બર્ગર કિંગ (Burger King), હેટસન એગ્રો પ્રોડક્ટ્સ (Hatsun Agro Products), વ્હીલ્સ ઈન્ડિયા (Wheels India), રેડિંગ્ટન ઈન્ડિયા (Radington India), પંજાબ એન્ડ સિંધ બેન્ક (Punjab and Sind Bank), એસબીઆઈ મ્યૂચ્યૂઅલ ફંડ (SBI Mutual Fund), આઈડીબીઆઈ (IDBI) જેવા શેર ચર્ચામાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details