ગુજરાત

gujarat

Vax Drive in India: અત્યાર સુધી કોરોના સંક્રમિત ન થયા હોય તેવા લોકોને પહેલા રસી આપોઃ AIIMS પ્રોફેસર

By

Published : Feb 3, 2022, 4:00 PM IST

Updated : Feb 3, 2022, 6:09 PM IST

કોરોના રસીકરણ અને કુદરતી ચેપ બંને કોરોના સામે રોગપ્રતિકારક શક્તિને વેગ (Vax Drive in India) આપે છે. પરંતુ જે લોકો હજી સુધી કોરોના સંક્રમિત થયા નથી. તેમનામાં જોખમ વધુ રહેલું છે. આમ તેમને ઈનોક્યૂલેટ કરવું અત્યંત મહત્ત્વનું છે તેવું એઈમ્સના પ્રોફેસરે (AIIMS Professor Dr. Sanjay Kumar Rai on Corona Vaccination) જણાવ્યું હતું.

Vax Drive in India: અત્યાર સુધી કોરોના સંક્રમિત ન થયા હોય તેવા લોકોને પહેલા રસી આપોઃ AIIMS પ્રોફેસર
Vax Drive in India: અત્યાર સુધી કોરોના સંક્રમિત ન થયા હોય તેવા લોકોને પહેલા રસી આપોઃ AIIMS પ્રોફેસર

ન્યૂઝ ડેસ્કઃ છેલ્લા 2 વર્ષથી કોરોનાના નવા વેરિયન્ટમાં વધારો (Corona New Variants in India) થયો છે. ચેપ અને અન્ય ગંભીરતાને ઘટાડવા કોરોના રસીકરણની ઝૂંબેશ તીવ્રતા (Vax Drive in India) સાથે ચાલુ છે. જ્યારે સંવેદનશીલ વસ્તી માટે રસીઓ પ્રાથમિકતા છે. જ્યારે કુદરતી ચેપમાં પણ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રસી એ રોગોને નિયંત્રિત કરવાની સ્માર્ટ રીત છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં કોરોના ચેપમાંથી સાજા થયેલા લોકો શ્રેષ્ઠ સંરક્ષિત લોકો છે. તેથી પ્રથમ એવા લોકોને કોરોનાની રસી (Corona Vaccination in India) આપવી જોઈએ. જેઓ કોરોના સંક્રમિત નથી. આવું નવી દિલ્હીમાં હીલ ફાઉન્ડેશનના આરોગ્ય શૉમાં નવી દિલ્હી એઈમ્સમાં કમ્યુનિટી મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. સંજય કુમાર રાયે (AIIMS Professor Dr. Sanjay Kumar Rai on Corona Vaccination) જણાવ્યું હતું.

આ પણ વાંચો-IND VS WI ODI MATCH : ભારતીય ટીમનાં 4 ખેલાડીયો સહિત 7 લોકો કોરોના સંક્રમિત, BCCIએ કરી પૃષ્ટિ

US સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શને પણ કર્યું અવલોકન

તાજેતરમાં યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ પણ અવલોકન કર્યું છે કે, કુદરતી ચેપ વધુ સારી અને લાંબી સુરક્ષા પૂરી પાડે છે. કેટલાક અભ્યાસોએ પણ સાબિત કરે છે કે, કુદરતી ચેપ પછી વ્યક્તિ આજીવન પ્રતિરક્ષા વિકસાવી શકે છે. પ્રોફેસર રાયે જણાવ્યું હતું કે, કોરોના રસીકરણ (Corona Vaccination in India) અને કુદરતી ચેપ ટોળાની રોગપ્રતિકારક શક્તિ આપશે. જ્યારે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી અને લાંબી સુરક્ષા પૂરી પાડે છે.

આ પણ વાંચો-Gujarat Corona Update: 24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના થયા મૃત્યુ

કોરોના રસીકરણ માટે તુલનાત્મક જૂથ બનાવવા સૂચન

વધુમાં રસીની અસરકારકતાનું અવલોકન કરવા પ્રોફેસર રાયે (AIIMS Professor Dr. Sanjay Kumar Rai on Corona Vaccination) રસીકરણ માટે 2 તુલનાત્મક જૂથો બનાવવાનું સૂચન કર્યું હતું. એક જેઓ કોરોનામાંથી સાજા થયા અને બીજા (Corona Vaccination in India) જેઓ બિનચેપી છે. સાર્વત્રિક રસીકરણ સંપૂર્ણપણે અતાર્કિક છે. કારણ કે, તેમાં કોઈ વધારાનો લાભ નથી. તે અનૈતિક છે. કારણ કે, તેમાં લાભ કરતા જોખમ વધુ છે. હવે એવા પૂરતા પૂરાવા છે કે, જેઓ કોરોનામાંથી સાજા થયા છે. તેઓ પૃથ્વી પર શ્રેષ્ઠ સંરક્ષિત વ્યક્તિઓ છે એવું પ્રોફેસર રાયે નોંધ્યું હતું. સાથે જ તેમણે કોરોના રસીકરણના ન્યાયપૂર્ણ (Corona Vaccination in India) ઉપયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અત્યારે 334 રસીનું કામ ચાલી રહ્યું છે

અત્યારે કોરોના વાયરસ માટેની 334 રસીઓ વિકાસના (Vaccines for Corona Virus) વિવિધ તબક્કામાં છે (140 ક્લિનિકલ ટ્રાયલમાં અને 194 પ્રી-ક્લિનિકલ તબક્કામાં) અને 33 રસીઓ સંપૂર્ણ ઉપયોગ માટે મંજૂર છે તેવું પ્રોફેસર રાયે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જેમને ક્યારેય કોરોના નથી થયો તેમને પહેલા રસી આપવી (AIIMS Professor Dr. Sanjay Kumar Rai on Corona Vaccination) જોઈએ. આ રસી સંવેદનશીલ વસ્તીમાં 80-90 ટકા સુધી ગંભીરતા અને મૃત્યુને રોકવામાં અસરકારક છે. વિશ્વભરની 60 ટકાથી વધુ વસ્તીએ કોરોના રસીનો પહેલો ડોઝ મેળવી લીધો છે.

Last Updated :Feb 3, 2022, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details