ETV Bharat / bharat

Regular Market Approval For Vaccine: કોવિશીલ્ડ અને કોવેક્સિન પુખ્ત વયના લોકો માટે બજારમાં વેચી શકાશે, DCGIએ આપી મંજૂરી

author img

By

Published : Jan 27, 2022, 4:49 PM IST

Regular Market Approval For Vaccine: કોવિશીલ્ડ અને કોવેક્સિન પુખ્ત વયના લોકો માટે બજારમાં વેચી શકાશે, DCGIએ આપી મંજૂરી
Regular Market Approval For Vaccine: કોવિશીલ્ડ અને કોવેક્સિન પુખ્ત વયના લોકો માટે બજારમાં વેચી શકાશે, DCGIએ આપી મંજૂરી

કોરોના રસી કોવિશીલ્ડ (Corona Vaccine Covishield) અને કોવેક્સિનને DCGI તરફથી રેગ્યુલર માર્કેટ અપ્રુવલ (Regular market approval for covishield) મળી ગઈ છે. બંને કોરોના રસીઓ પુખ્ત વયના લોકોના ઉપયોગ માટે બજારમાં વેચી શકાશે.

નવી દિલ્હી: ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drug Controller General of India)એ પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે કોરોના રસીઓ કોવિશીલ્ડ (Corona Vaccine Covishield), કોવેક્સિનને રેગ્યુલર માર્કેટ એપ્રુવલ (Regular market approval for covishield) આપી છે દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. અગાઉ 20 જાન્યુઆરીના રોજ એવા અહેવાલ આવ્યા હતા કે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સબજેક્ટ એક્સપર્ટ કમિટી (Subject Expert Committee)એ કોરોનાની વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડને ખુલ્લા બજારમાં વેચવાની ભલામણ કરી છે.

સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ કરી હતી ભલામણ

DCGIની નિષ્ણાત સમિતિએ કોવેક્સિન અને કોવિશીલ્ડ કોરોના રસીને બજારમાં લાવવા માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (serum institute of india)ની અરજીઓની સમીક્ષા કરી કરી હતી. અરજીઓની સમીક્ષા કર્યા પછી, 20 જાન્યુઆરીના રોજ સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ કોવિશિલ્ડ-કોવેક્સિન (Regular Market Approval For Vaccine)ને ખુલ્લા બજારમાં વેચવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

આ પણ વાંચો: Omicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે, જાણો કેમ..

કોવેક્સિન સ્વદેશી કોરોના રસી છે

ઉલ્લેખનીય છે કે કોવેક્સિન એ ભારત બાયોટેક દ્વારા વિકસિત (Covaxin manufacturer in india) સ્વદેશી કોરોના રસી છે. હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે ICMR સાથે મળીને કોવેક્સિન રસી વિકસાવી છે. આ સિવાય કોવિશીલ્ડનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોવિશીલ્ડ સીરમ અને ઑક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાએ સંયુક્ત રીતે વિકસિત કરી છે.

ભારત બાયોટેક અને સીરમના મુખ્ય અધિકારીઓને પદ્મ ભૂષણ

ભારત સરકાર દ્વારા કોરોના રસી વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી કંપનીઓ, ભારત બાયોટેક અને સીરમના મુખ્ય અધિકારીઓને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ (padma bhushan to serum institute of india)થી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલંગાણાના રહેવાસી સુચિત્રા એલ્લા અને કૃષ્ણા એલ્લાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. ભારત બાયોટેકના સીઈઓ ક્રિષ્ના એલ્લા અને સહ-સ્થાપક સુચિત્રા એલ્લાને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં પદ્મ ભૂષણ (padma bhushan to bharat biotech)થી નવાજવામાં આવશે.

આ પણ વાંચો: Bharat Biotech Nasal Vaccine: બૂસ્ટર ડોઝ તરીકે ભારત બાયોટેકની નેઝલ વેક્સિન આપવા અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય

સીરમ ભારતને કોરોના રસીના મામલે આત્મનિર્ભર બનાવશે - પૂનાવાલા

આ ઉપરાંત સીરમના ચેરમેન સાયરસ પૂનાવાલાને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. કોરોના રસીના સપ્લાયમાં મહત્વની ભૂમિકા ભજવનાર કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પૂનાવાલાને પણ વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં પદ્મ ભૂષણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સીરમ અને ઓક્સફોર્ડે સંયુક્ત રીતે કોવિશિલ્ડ વેક્સિન વિકસાવીને કોરોના સામેની લડાઈમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ઓક્ટોબર 2021માં પૂનાવાલાએ કહ્યું હતું કે સીરમ ભારતને કોરોના રસીના મામલે આત્મનિર્ભર બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.