ગોંડલના ગુંદાળા ગામ નજીક અકસ્માત સર્જાયો, પિતા-પુત્રના મોત

By

Published : Oct 17, 2020, 10:31 AM IST

thumbnail

રાજકોટઃ ગોંડલના ગુંદાળા ગામ નજીક વહેલી સવારે અજાણ્યા વાહનની ઠોકરે અકસ્માત સર્જાયો હતો. મારુતિ ફ્રન્ટી કારમાં સવાર બ્રાહ્મણો પિતા પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. કશ્યપ રાજુભાઇ ઠાકર, રાજુભાઇ કાંતિભાઈ ઠાકર, ગોંડલથી મોટી પાનેલી જતા હતા. તે દરમિયાન ગુંદાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે જ અકસ્માતમાં 2 ના મોતથી મોટીપાનેલી ગામમાં અરેરાટી ફેલાય હતી. સમગ્ર અકસ્માતની જાણ થતાં જ 108 અને ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.