બનાસકાંઠાની ગૌશાળામાં તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માગ

By

Published : May 22, 2022, 4:18 PM IST

thumbnail

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં રખડતા, ની સહાય, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓને સાર સંભાળ થાય છે. આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી. પરંતુ, કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઉનાળાની સિઝનમાં ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. સરકારએ જાહેરાત કરેલી સહાય ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને તાત્કાલિક ચૂકવે તેવી સંચાલકો માગ કરી રહ્યા છે.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.