રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં દરમિયાન થયેલ ગેરરીતિના મામલે NSUIનું હલ્લાબોલ

By

Published : Dec 13, 2019, 5:49 PM IST

thumbnail

રાજકોટ: ગોંડલની એમ.બી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા CCTV કેમેરામાં ઝડપાયા હતા. પરંતુ યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જ્યારે પરીક્ષા દરમિયાન એક ડમી વિદ્યાર્થી પણ ઝડપાયો હતો. જેમાં આ ડમી વિદ્યાર્થી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા વતી પરીક્ષા આપી રહ્યો હતો. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને રાજકોટ NSUI દ્વારા યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. તેમજ કુલપતિની ચેમ્બરમાં જ રામધૂન બોલવામાં આવી હતી. જો કે, NSUIની માંગના પગલે યુનિવર્સિટી દ્વારા ગોંડલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.