ગરબા માથે ખેલવાની અનોખી પરંપરા: ઇડરના ચિત્રોડા ગામે પ્રાચીન ગરબાની અનેરી ઝલક

By

Published : Oct 6, 2022, 9:38 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

સાબરકાંઠા એક તરફ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ છે, તો બીજી તરફ પ્રાચીન ગરબો દિન પ્રતિદિન ભુલાઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામે એક સાથે 400થી 500 બહેનો દ્વારા ભુલાતા જતા ગરબાની અનેરી ઝલક જોવા મળી હતી. જોકે છેલ્લા કેટલાય વર્ષોની પરંપરા આજે પણ યથાવત છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી સરહદતા ગરબા માથે ખેલવાની અનોખી પરંપરા ચાલી આવે છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ માનતાઓ પૂર્ણ કરવા સહિત પુત્ર પ્રાપ્તિ કે લગ્ન સહિત કોઈ પણ શુભ કામના પૂર્ણ થયાના પગલી વારાહી માતાજીને ગરબો અર્પણ કરવાની પરંપરા ચાલી આવે છે. જેના પગલે દિવસે તમામ ગ્રામજનો એક મત થઈ સરગતા દીવા સાથેના ગરબા ખેલતા જોવા મળે છે. સામાન્ય રીતે ડીજેના તાલે નવરાત્રી છે. ત્યારે ચિત્રોડા ગામે અધ્યાત્મનો મહાકુંભ ભરાયો હોય તે પ્રકારનો માહોલ ઉભો થાય છે. Chitrada village of Idar in Sabarkantha Varahi Mataji Garbo Garba players with burning lamps Ancient Garba at Idar Chitroda Village Unique Tradition of Playing Garba

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.