વડોદરામાં વૃદ્ધાની મતદાન માટે અનોખી ઘગશ જોવા મળી, અંતિમ સમયે પુત્રે માતાની ઇચ્છા કરી પૂર્ણ

By

Published : Dec 5, 2022, 8:21 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા ચૂંટણીના Gujarat Assembly Election 2022 બીજા તબક્કાની ચૂંટણીમાં વડોદરા ખાતે આજે સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. જેમાં યુવાનોને પણ શરમ આવે તેવો જોશ વૃદ્ધોમાં Old Woman Voter of Vadodara જોવા મળ્યો હતો. શહેરના મુક્તાનંદ સર્કલ પાસે આવેલ મુકબધીર શાળામાં આજે મતદાન કેન્દ્ર પર અંતિમ ઘડીએ એક વૃદ્ધા પોતાના પુત્ર સાથે રિક્ષામાં મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતાં. આ વૃદ્ધા પોતે ચાલી શકવામાં સક્ષમ ન હોવાથી ટેકાના સહારે માંડ માંડ મતદાન મથક સુધી પહોંચ્યા હતાં. પરંતુ તેમની અંદરનો જોશ અકબંધ હતો. આ વૃદ્ધા મોડે મોઢે પણ એટલા માટે મતદાન કરવા આવ્યા હતા કારણ કે તેમનો પુત્ર સવારથી નોકરીએ ગયો હતો અને સાંજે પરત ફરતા તેઓને મતદાન માટે લઈ આવ્યો હતો. જેથી વૃદ્ધ માતા આખો દિવસ પુત્ર ઘરે આવે અને તેમને મતદાન Second Phase Election 2022 માટે રિક્ષામાં લઈ જાય તેની રાહ જોઈ અને બેસી રહ્યા હતાં. આખરે પુત્રએ પણ સાંજે આવી અને માતાને મતદાનની પવિત્ર ફરજ માટે મતદાન મથક સુધી લઈ આવ્યો હતો.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.