માંડી ગરબે ઘુમે સજી સોળ શણગાર, મહિલા પાંખે રાસની બોલાવી રમઝટ

By

Published : Sep 30, 2022, 3:00 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

કચ્છ માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીને લઈને આ (Navratri in Bhuj)વર્ષે ગરબા પ્રેમીમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબા પ્રેમીઓ ગીત સંગીતની રમઝટમાં મનમૂકીને ઝૂમી રહ્યાં છે. ભુજના પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ મહિલા પાંખ દ્વારા પણ દર વર્ષની જેમ આ વખતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. PPSC ક્લબ ખાતે ફક્ત મહિલાઓ માટે (Bhuj PPSC club women garba) ગરબાનું આયોજન કરવામાં આવે છે. માતાજીની આરતી કર્યા બાદ માતાજીના ગરબા ગાવામાં આવે છે અને નાની બાળાઓથી લઈને મોટી ઉંમરની મહિલાઓ (Bhuj Mahila Navratri Organization  પણ અહીં ગરબા રમે છે. અહીં જુદા જુદા રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. જુદાં જુદાં મહિલા મંડળો, ક્લબો અને ગરબી મંડળોની મહિલાઓ અહીં ગરબા રમવા માટે જોડાઈ હતી. મહિલાઓ પરંપરાગત રાસ ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી. (Navratri 2022 in Bhuj)

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.