સાબરકાંઠામાં 12 આદર્શ મતદાન મથક બનાવાયા, પાણીથી લઈ આરામદાયક સ્થિતિમાં બેસવા સુધીની વ્યવસ્થા

By

Published : Dec 5, 2022, 8:01 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા (Second Phase Election 2022) અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આજે મતદાન થશે. ત્યારે જિલ્લામાં 12 જેટલા આદર્શ મતદાન મથકો (Ideal Polling Station in Sabarkantha) બનાવાયા છે. આમાં હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે આદર્શ મતદાન મથક બનાવાયું છે, જેમાં પીવાના પાણીની સુવિધાથી લઈ સુશોભિત મતદાન મથક સહિત આરામદાયક સ્થિતિમાં બેસી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. એક તરફ છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન મતદાનમાં અપેક્ષા અનુસાર, વધારો થઈ શકતો નથી ત્યારે આ વખતે વહીવટી તંત્ર તેમ જ ચૂંટણી પંચના (Election Commission of India) સંકલનના ભાગરૂપે મતદારોને આકર્ષિત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. સાથોસાથ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આદર્શ આચારસંહિતા અમલી બની રહે તે પ્રકારે વિશેષ વ્યવસ્થા હાથ ધરાઈ છે.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.