સુરતના પાંડેસરામાં મિલમાં આગ લાગતા જીવ બચાવવા મહિલાઓએ માર્યો કુદકો

By

Published : Nov 24, 2022, 9:52 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

સુરત: સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસીમાં(Pandesara GIDC) આવેલ આકૃતિ મિલમાં અચાનક આગ લાગી(Suddenly fire akruti mill) હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગતા એક મહિલા જીવ બચાવવા ટેરેસ પરથી કુદકો(Jump from the terrace) માર્યો હતો. આ મહિલા સિવાય આશરે છ થી સાત લોકોએ જીવ બચાવવા કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ આગની ઝપેટમાં ચાર લોકો આવી ગયા હતા હતા. ઘણા લોકો દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જો કે આગ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.