Cyclone Biparjoy Update : જામનગરના નવા બંદર પર નવ નંબરનું સિગ્નલ, વાવાઝોડાની તીવ્રતા કેવી હશે તે દર્શાવાયું

By

Published : Jun 12, 2023, 4:23 PM IST

thumbnail

જામનગર : જામનગરના નવા બંદર પર નવ નંબરનું સિગ્નલ લાગી ગયું છે ત્યારે બિપરજોય વાવાઝોડું ફૂંકાવાની સ્થિતિ વધુ ભયજનક બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગત રાત્રિના સમયથી જામનગરના નવા બંદર પર 9 નબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાંથી આવી રહેલું બિપરજોય વાવાઝોડું દરિયાના મધ્યભાગમાં હતું તે ગઇકાલથી ઉત્તર તરફથી ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. 9 નબરના સિગ્નલને ભયજનક ગણવામાં આવે છે અને આ સિગ્નલનો અર્થ એવો કરવામાં આવે છે કે નવ નંબરનું સિગ્નલ વાવાઝોડાની તીવ્રતાનો મહાભય દર્શાવે છે.

આ સિગ્નલનો અર્થ : 9 નંબરના સિગ્નલમાં જણાવાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે. બંદર પર ખૂબ જ તોફાની હવા ફૂંકાતી જોવા મળે. આ સિગ્નલમાં એક ત્રિકોણ અને નીચે થોડી જગ્યા પછી લંબચોરસ પ્રકારની પટ્ટી જેવો આકાર રાખવામાં આવે છે. આ સિગ્નલ પર રાત્રે ઉપરની બાજુએ બે લાલ લાઈટ ચાલુ રાખવામાં આવે છે. 

કોણે લગાવ્યું સિગ્નલ : બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ઓખા, જામનગર, સલાયા સહિતના બંદરો પર જીએમબી દ્વારા ગ્રેઇટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ GD-9 લગાવાયું છે. જામનગર સહિત સૌરાષ્ટ્રના અન્ય બંદરો પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને ઉત્તર તરફના પવનની ગતિ વધશે અને સ્થિતિ વધુ ભયજનક બને તેવી આ નંબરના સિગ્નલની દિશા સૂચવે છે. બિપરજોય વાવાઝોડું પાકિસ્તાનના કરાચી નલિયા અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાને ઘમરોળેે તેવી તમામ શક્યતા જોવા મળી રહી છે.

  1. Gujarat Cyclone Biporjoy: ભારતીય હવામાન વિભાગે શેર કરેલા ફોટોમાં જૂઓ ચક્રવાતનો મિજાજ
  2. Cyclone Biparjoy Update: બિપરજોયની અસર રાજકોટમાં જોવા મળી, બપોર પછી ઘીમી ધારે વરસાદ થયો શરુ
  3. Cyclone Biparjoy: બિપરજોય તોફાનની જગતમંદિર પર શું અસર થઈ, જાણો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.