ઝારખંડ પાસેના ગંગાઘાટમાં બોટ ફસાતા લોકોના જીવ પડીકે બંધાયા

By

Published : Aug 10, 2022, 5:45 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

સાહિબગંજ: ઝારખંડમાં આવેલા સાહિબગંજમાં ગંગા નદીના (Ganga in Sahibganj) ઝડપી પ્રવાહમાં બોટમાં બેઠેલા ઘણા લોકોનો આબાદ બચાવ થયો છે. નાની હોડીમાં અનેક લોકો હોવાથી બોટનું સંતુલન (Imbanalce of Boat in Ganga River) ખોરવાઈ ગયું હતું. સ્થળ પર હાજર અન્ય ખલાસીઓની તત્પરતાના કારણે લોકોનો જીવ બચાવી શકાયો હતો. ગંગા નદીમાં બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. હકીકતમાં, કબૂતર ખોપી ઘાટની સામે, ગંગા નદીના જોરદાર મોજામાં એક હોડી ફસાઈ ગઈ હતી. બોટ પાણીના જોરદાર પ્રવાહમાં ઉપર-નીચે થવા લાગી હતી. જેના કારણે બોટમાં બેઠેલા લોકોના જીવ સામે જોખમ ઊભું થયું હતું. જોકે, સમયસર નજીકમાં રહેલી બોટ પાસે તે પહોંચી જતા લોકોના જીવ બચી ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કબૂતર ખોપીના સુદર્શન યાદવ અને રામજી યાદવ ડાયરાથી બોટમાં ચકરી અને ઘાસચારો વગેરે લાવી રહ્યા હતા. આ દરમિયાન નદીની વચ્ચે બોટનું એન્જિન બગડી ગયું હતું. જેના કારણે નદીના જોરદાર પ્રવાહમાં બોટ ફસાઈ ગઈ હતી. ભારે પવનને કારણે હોડી ઉપર-નીચે આગળ વધી રહી હતી. પરંતુ બીજો ખલાસી સ્થળ પર પહોંચી જતાં અકસ્માત ટળી ગયો હતો. સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારી રણજીત મિશ્રાનું કહેવું છે કે અત્યારે ગંગાનું જળસ્તર ચેતવણી રેખા 26.25 મીટરને વટાવી ગયું છે. પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આ સ્થિતિમાં ગંગા નદી પાર કરવી યોગ્ય નથી. તેથી પશુપાલકો અને ખેડૂતોએ સમજદારીથી કામ લેવું જોઈએ.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.