હૈદરાબાદ: આકરા તાપમાં ફરજ નિભાવી રહેલા 'કોરોના વોરિયર્સ' ને આઈસક્રીમ વહેંચાઈ
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11813037-thumbnail-3x2-ice.jpg)
હૈદરાબાદ: કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ કર્મચારી લોકડાઉનનાં નિયમો સુનિશ્ચિત કરવા માટે રસ્તા પર ખડેપગે કાર્યરત છે. પોલીસ કર્મચારીઓ આકરા તડકે પણ ઉભા રહી તેમની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સની મદદ માટે સમાજ સેવી સંગઠન પણ આગળ આવી રહ્યું છે. મંગળવારે શહેરમાં વ્યસ્ત પોલીસ કર્મીઓને ગરમીથી રાહત મળે તે માટે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.