ETV Bharat / state

corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ

author img

By

Published : Dec 12, 2021, 7:34 AM IST

ભારતમાં હાલમાં ઓમીક્રોન વેરિઅન્ટના કેટલાક કેસો સામે (omicron cases in india) આવી રહ્યાં છે, જેમાં ગુજરાતના જામનગરમાં (State's first Omicron positive case) પણ આ વેરિઅન્ટના કેસો જોવા મળી (corona omicron variant) રહ્યા છે, તેને જોતાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે, કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં 60 બેડ સાથેનો એક વિશેષ વોર્ડ તૈયાર (Omicron word Established at Valsad Civil) કરવામાં આવ્યો છે.

corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ
corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ

  • ઓમીક્રોનને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું
  • સિવિલ હોસ્પિટલમાં 60 બેડ સાથે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો
  • 11 હાઈ રિસ્ક દેશમાંથી વલસાડમાં 41 લોકો આવ્યા

વલસાડ: સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ (omicron variant in the world) સામે આવતા જ દરેક દેશો સજ્જ બન્યા છે, જ્યારે ભારતમાં પણ હાલમાં આ વેરિઅન્ટના કેટલાક કેસો સામે આવ્યા (omicron cases in india) છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના જામનગરમાં કેસો જોવા મળી રહ્યા છે, તેને જોતાં તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ (Civil Hospital Valsad) દ્વારા ઓમીક્રોન વેરિઅન્ટને લઈને 60 બેડ સાથે વિશેષ વોર્ડ શરૂ કરવામાં (Omicron word Established at Valsad Civil) આવ્યો છે.

corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ

વલસાડ સિવિલમાં ઓમીક્રોન વોર્ડ શરૂ કરાયો

દિનપ્રતિદિન વધતા જતા કોરોનાના કેસોને જોતા વિશેષ વ્યવસ્થા તો હાથ ધરાઈ છે, સાથે સાથે ઓમીક્રોન વેરિઅન્ટને (corona omicron variant)લઈને લોકોની વિશેષ ટ્રીટમેન્ટ કરવા માટે વલસાડ સિવિલમાં એક અલગ વોર્ડ તૈયાર કરી દેવમાં આવ્યો છે, જેમાં 30 બેડ મહિલા દર્દી અને 30 બેડ પુરુષ દર્દી માટે તૈયાર કરવામાં આવ્યા છે.

ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ

આપતકાલીન સમયમાં ઓમીક્રોન દર્દીઓ કેવી પરિસ્થિતીમાં સારવાર અર્થે આવે એ કોઈ કહી શકે એમ નથી, પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા અત્યાધુનિક સાધનો ઓક્સિજન બેડ વેન્ટિલેટર જેવા સાધનોની સુવિધા વોર્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

11 હાઇ રિસ્ક દેશમાંથી 41 લોકો વલસાડમાં આવ્યા

ઓમીક્રોન વેરિઅન્ટ ધરાવતા 11 હાઈ રિસ્ક દેશોમાંથી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 41 જેટલા લોકો આવી ચૂક્યા છે, જોકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમના ઉપર સતત નજર રખાઈ રહી છે, તેમજ વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવી (covid testing for international travelers) રહ્યા છે, અત્યાર સુધીમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેમ છતાં પણ તેમનું ચેકિંગ અને તપાસ સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં કોરોનાના કુલ 27 એક્ટિવ કેસ

વલસાડ જિલ્લામાં પણ હાલ 27 કોરોના કેસ એક્ટિવ છે, સાથે સાથે દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેમજ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે 27 દર્દી હાલ સારવાર હેઠળ છે. આમ વલસાડ સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ ઓમીક્રોન વેરિઅન્ટને પહોંચી વળવા સજ્જ બન્યું છે.

આ પણ વાંચો:

Omicron variant in Gujarat: સ્ટેટ બોર્ડર પર ચેકીંગ ફૂલ, એરપોર્ટ પર 15000થી વધુ ટેસ્ટ, લગ્ન સિઝનને લઈને કેસમાં વધારો

Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.