ETV Bharat / city

Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ

author img

By

Published : Dec 10, 2021, 12:41 PM IST

Updated : Dec 10, 2021, 3:56 PM IST

Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ
Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ

જામનગરમાં થોડા દિવસો પહેલાં આફ્રિકાના ઝિમ્બાબ્વેમાંથી આવેલા એક વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બાદમાં તેમના પરિવારના સભ્યોના સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમનો પોઝિટિવ રિપોર્ટ (Two more Omicron cases reported in Jamnagar) આવ્યો હતો. આ સાથે જામનગરમાં ઓમિક્રોનના કુલ 3 કેસ (Omicron Variant in Gujarat) ગુજરાતમાં ઓમિક્રોનના 3 કેસની પુષ્ટિ થઇ ગઇ છે.

  • જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા
  • દર્દીના સંપર્કમાં આવેલા પરિવારજન પણ ઓમિક્રોન સંક્રમિત
  • દર્દીના પત્ની અને સાળાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ

જામનગરઃ જામનગરમાં આજે વધુ બે દર્દીઓના ઓમિક્રોનના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર માટે ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં આ પ્રથમ કેસ નોંધાયો હતો. તે દર્દીના સંપર્કમાં આવેલા સાળા અને તેની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ (Two more Omicron cases reported in Jamnagar) આવ્યો છે. આમ જામનગરમાં ઓમિક્રોનની (Omicron Update in Jamnagar ) દહેશત વધી છે તે શહેરીજનો માટે ચિંતા વધારનાર સમાચાર છે.

ગાંધીનગરની લેબમાં થયું સેમ્પલ ટેસ્ટિંગ

ઉલ્લેખનીય છે કે અગાઉ આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશથી આવેલા વૃદ્ધના સંપર્કમાં આવેલા લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાંથી મોટાભાગના લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. જોકે આ વૃદ્ધના સાળા અને પત્નીનો રિપોર્ટ પોઝિટિવ (Omicron Positive Report) આવ્યો હતો. બાદમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને દંપતિનો ઓમિક્રોન રિપોર્ટ કરાવવા માટે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતાં. આજરોજ આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ (Omicron Update in Jamnagar )આવ્યો છે.

જામનગરના ઓમિક્રોન દર્દીના પરિવારમાં 2 વ્યક્તિનો રીપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો

ખાસ જણાવીએ કે નવા જે 2 કેસમાં ઓમિક્રોનની પુષ્ટિ થઇ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ બંને ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ સાથે સંપર્કમાં આવ્યાં હતાં અને સંક્રમિત થયાં છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ સાથેના કુલ 3 કેસની (Omicron Variant in Gujarat) પુષ્ટિ થઇ ગઇ છે.

જામનગરમાં જ થઇ રહી છે સારવાર

રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં જ નોંધાયો હતો. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેcનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યાં હતાં.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી. હવે તેમના પરિવારની 2 વ્યક્તિના કોવિડના કેસ પોઝિટિવ (Omicron Update in Jamnagar )આવતાં ઓમિક્રોન હોવાની ચિંતા સતાવી રહી છે. ઓમિક્રોનની આશંકાએ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટના શિકાર બન્યા પછી તેઓને જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ પરિસરમાં અલગથી સારવાર અપાઈ રહી છે.

દેશમાં ઓમિક્રોનના 25 કેસ થયાં

દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 25 કેસ (Omicron Update in India) છે અને અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 10 કેસ છે, ત્યારબાદ રાજસ્થાનમાં 9, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ છે.કર્ણાટકમાંથી ઓમિક્રોનનો એક દર્દી દુબઇ જતો રહ્યો હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 100 થી વધુ દેશો છે જે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ રસીના પ્રમાણપત્રો સ્વીકારી રહ્યા છે. ગુજરાતમાં આંકડો વધવાને લઇને હવે સરકારની (Omicron Variant in Gujarat) ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ Corona positive Gandhinagar: કલોલમાં ત્રણ લોકો કોરોના સંક્રમિત, ઓમિક્રોન વેરીયન્ટની શક્યતા

આ પણ વાંચોઃ Omicron effect: વિદેશ જતા વિદ્યાર્થીઓએ હજી જોવી પડશે રાહ, ઓસ્ટ્રેલિયાની બોર્ડર 15 ડિસેમ્બર પછી અને ન્યૂઝિલેન્ડની બોર્ડર એપ્રિલમાં ખૂલશે

Last Updated :Dec 10, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.