ETV Bharat / state

પ્રવાસીઓએ રેલવે સ્ટેશન મચાવ્યો હોબાળો, દોઢ કલાક સ્ટેશન પર રહી ટ્રેન

author img

By

Published : Jul 5, 2022, 3:00 PM IST

સુરત રેલવે સ્ટેશન પર યશવંતપુર બિકાનેર એક્સપ્રેસના કોચના (Yesvantpur Bikaner train)એસીના વેન્ટિલેશનમાંથી સતત પાણી પડી રહ્યું હોવાથી પ્રવાસીઓએ રેલવે સ્ટેશન હોબાળો કર્યો હતો. પ્રવાસીઓએ તાત્કાલિક ધોરણે કોચ બદલી આપવા રેલવે તંત્ર પાસે માંગ કરી હતી. હોબાળાના કારણે ટ્રેન આશરે દોઢ કલાક સ્ટેશન પર ઉભી હતી. કોચ બદલાયા બાદ પ્રવાસીઓ શાંત થયા હતા.

યશવંતપુર બિકાનેર ટ્રેનના કોચમાં પાણી ટપકતાં પ્રવાસીઓએ રેલવે સ્ટેશન હોબાળો મચાવ્યો
યશવંતપુર બિકાનેર ટ્રેનના કોચમાં પાણી ટપકતાં પ્રવાસીઓએ રેલવે સ્ટેશન હોબાળો મચાવ્યો

સુરત: શહેરના રેલવે સ્ટેશને સોમવારે સાંજે યશવંતપુર બિકાનેર એક્સપ્રેસના (Yesvantpur Bikaner train)કોચના એસીના વેન્ટિલેશનમાંથી( Tourists flock to the railway station)સતત પાણી પડી રહ્યું હોવાથી, ફર્શ પાણીથી તરબોળ થઈ ગયું જેના કારણે પ્રવાસીઓએ રેલવે સ્ટેશન હોબાળો મચાવીને ટ્રેન અટકાવી રાખી હતી. રેલવે તંત્રે કોચ બદલીને ટ્રેન રવાના કરી હતી.

આ પણ વાંચોઃ Unique Railway Stations : જાણો આ અતરંગી રેલવે સ્ટેશનો ક્યા આવેલા છે...

કોચમાં પાણી પડવાના મુદ્દે ભારે હોબાળો - સોમવારે મોડી સાંજે બિકાનેર રવાના થતી(Surat Railway Station)યશવંતપુર બિકાનેર ટ્રેન જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચી ત્યારે B-4 કોચના પ્રવાસીઓએ કોચમાં પાણી પડવાના( water dripping in train coach)મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે કોચના એસીના વેન્ટિલેશનમાંથી સતત પાણી પડી રહ્યું હોવાથી, ફર્શ પાણીથી તરબોળ થઈ ગયું હતું. આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. પાણી ટપકવાના કારણે પ્રવાસીઓનો સામાન પલળી ગયો હતો. રેલવે સ્ટેશનને હોબાળો મચાવનારા પ્રવાસીઓએ તાત્કાલિક ધોરણે કોચ બદલી આપવા રેલવે તંત્ર પાસે માંગ કરી હતી.

રેલવે સ્ટેશન

આ પણ વાંચોઃ અરે વાહ, શહેરના આ રેલવે સ્ટેશનોને મળી નવી ટ્રેન, પ્રવાસીઓને ફાયદો

આશરે દોઢ કલાક રેલવે સ્ટેશન પર ઉભી - કોચની પરિસ્થિતિ અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખી આપણે રેલવે તંત્રએ પણ તાત્કાલિક ધોરણે એસી કોચ બદલી નાખ્યો હતો. પ્રવાસીઓના હોબાળાના કારણે બિકાનેર એક્સપ્રેસ આશરે દોઢ કલાક રેલવે સ્ટેશન પર ઉભી હતી. કોચ બદલાયા બાદ પ્રવાસીઓ શાંત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.