ETV Bharat / state

Double Murder Case : પોરબંદરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં રાજકારણ..! પોલીસ કાર્યવાહીનો ધમધમાટ

author img

By

Published : Jan 17, 2022, 9:27 AM IST

પોરબંદરમાં મકરસંક્રાંતિની સાંજે વીર ભનુની ખાંભી પાસે બે કાર અથડાઈ હતી. જેમાં બન્ને કાર ચાલકોએ સામસામે મારામારી(Porbandar Double Murder Case) થઈ હતી. જેમાં એક વ્યક્તિએ ફાયરિંગ કરતા બે લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Double Murder Case : પોરબંદરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં રાજકારણ..! પોલીસ કાર્યવાહીનો ધમધમાટ
Double Murder Case : પોરબંદરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં રાજકારણ..! પોલીસ કાર્યવાહીનો ધમધમાટ

પોરબંદરઃ મકરસંક્રાંતિની સાંજે વીર ભનુની ખાંભી પાસે કાર અથડાવવાની બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને જૂથમાં અરભમ ઓડેદરાએ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરતા કોંગ્રેસના રાજ પરબત કેશવાલા અને કલ્પેશ કાનજી ભૂતિયા બે લોકોના મોત (Porbandar Double Murder Case) નિપજ્યા હતા. જયારે વનરાજ પરબત કેશવાલા તેમજ પ્રકાશ માવજી જુંગીને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાથી એકને રાજકોટ અને બીજાને જામનગર ખાતે ખસેડાયા હતા.

11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

વનરાજ કેશવાલાએ ભાજપના સુધરાઇ સભ્ય અને તેના પુત્ર સહિત 11 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે તમામ આરોપીઓના પરિવારો સહિત નામોઓની ઉલટ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે પોરબંદરના ડીવાયએસપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે, પોલીસે કાર્યવાહીનો (Murder Crime Case in Porbandar) ધમધમાટ ચાલુ છે. આ ઉપરાંચ પ્રેસ કૉન્ફ્રરન્સ યોજી ડબલ મર્ડર અંગે વધુ વિગતો આપવામાં આવશે.

ખૂનની ઘટનામાં રાજકીય મન દુઃખ

પોરબંદરમાં બનેલ ડબલ મર્ડરના બનાવમાં પોલીસ (Porbandar Police) મથકે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી વનરાજ કેશવાલાએ ભાજપના સુધરાઈ સભ્ય ભીમા ઓડેદરાનો પુત્ર નિલેશ ઓડેદરા પાલિકાની ચૂંટણીનું મનદુઃખ રાખી મૃતક રાજ કેશવાલાને અવાર નવાર ઝઘડો કરતો અને તે બાબતે મનદુખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયાર રીવોલ્વર, પીસ્તોલ, તલવાર, ધોકા જેવા હથિયાર લઇ આરોપીએ સ્કોર્પિયો કાર ફરિયાદી વનરાજ વિર ભનુંની ખાંભી પાસે (Accident near Veer Bhanu's shoulder) અથડાવી હતી.

રાજકીય વાતાવરણ ગરમાયુ

રિવોલ્વર, પિસ્તોલ, ધોકા વડે વનરાજ કેશવાલાને અને મૃતક રાજ કેશવાલા તેમજ વનરાજના મિત્ર મૃતક કલ્પેશ ભૂતિયા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વનરાજને જમણી આંખ, ડાબી હાસડી તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી અને રાજ કેશવાલા, કલ્પેશ ભૂતિયાની હત્યા નિપજાવ્યાનો ગુન્હો નોધાયો છે. 11 શખ્સોમાં ભાજપ સુધરાઇ સભ્ય ભીમા ઓડેદરા અને તેના પુત્ર નિલેશ ઓડેદરા, હાજા લખમણ ઓડેદરા, અરભમ ઓડેદરા, ભના ઓડેદરા, રામ સુખદેણ, સંજય રબારી, પોલા રબારી, રામા રૈયા રબારી ,હિતેશ રામા તથા મેરામણનો છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણને રાઉન્ડ (Police round in Porbandar) અપ કર્યા છે. જેમાં અરભમ ઓડેદરા નામના એક્સ આર્મી મેંન પાસેથી એક રિવોલ્વર અને છ કાર્તિસ મળી આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયાએ પોલીસવડાને યોગ્ય તપાસ કરવા રજુઆત કરી હતી.

આ પણ વાંચોઃ Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો: Murder In Ahmedabad : અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ, આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.