ETV Bharat / city

Murder In Ahmedabad : અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ, આરોપીની ધરપકડ

author img

By

Published : Jan 5, 2022, 7:41 AM IST

અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો (Murder In Ahmedabad) હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને (Police rushed man within hours of count) ઝડપી હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Murder In Ahmedabad : અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ, આરોપીની ધરપકડ
Murder In Ahmedabad : અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ, આરોપીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે હત્યાની (Murder In Ahmedabad) ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગત સામે આવી છે. હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં (Police rushed man within hours of count) ઝડપી હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ યુવકનો મૃતદેહ જોઈને ચોંકી ગઈ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલ પાછળ એક અવાવરું મકાનમાં પથ્થર વડે મોઢું છૂંદી રાજકુમાર યાદવ નામના યુવકની કરપીણ હત્યા કરી હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી નારોલ પોલીસ યુવકનો મૃતદેહ જોઈને ચોંકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને ફરાર હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.

નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી ઝડપી પાડ્યો

નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી શશીકાંત ઉર્ફે સતીશ રાઠોડની નારોલ અસલાલી હાઇવે પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ પૈસાની લેતી દેતી મામલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

મિત્ર સાથે રૂપિયાની લેતી-દેતી મામલે ઝગડો થયો હતો

સતીશ થોડા દિવસ પહેલાં જ નારોલમાં સનરાઈઝ હોટલ નજીક આવેલા ઉમંગ ફ્લેટમાં રહેવા આવ્યો હતો. મૃત્યુ પામનાર રાજેશ યાદવ સાથે સંપર્ક થયો હતો. આરોપી સતીશને ખ્યાલ આવ્યો કે રાજેશ પાસે સારાએવા રૂપિયા આવ્યા છે, જેથી સતીશે રૂપિયા લેવા માટે રાજેશને જણાવ્યું હતું. રાજેશે રૂપિયા આપવાની ના પાડતાં સતીશે રાજેશ પર હુમલો કર્યો હતો.

આરોપી સ્ટોન કિલરની ધરપકડ

રાજેશ 2 જાન્યુઆરીના રોજ સાંજે પોતાના ફ્લેટથી બહાર નીકળ્યો હતો, ત્યારે આરોપી સતીશ રાઠોડે તેની સાથે તકરાર કરી અને નજીકમાં આવેલી ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની ખાલી પડેલી અવાવરૂ ઓરડીમાં પથ્થરથી માથું છૂંદીને હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી સ્ટોન કિલરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચો:

Murder in Gir Somnath: એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી, 1.35 લાખના દાગીનાની લૂંટ

Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.