Murder Case Anand : આણંદના સાંઈબાબા મંદિરનો પૂજારી નીકળ્યો હત્યારો

author img

By

Published : Dec 29, 2021, 7:51 AM IST

Updated : Dec 29, 2021, 9:22 AM IST

Murder Case Anand  : આણંદના સાંઈબાબા મંદિરનો પૂજારી નીકળ્યો હત્યારો

આણંદ શહેરના અનેક શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન સાંઈબાબા મંદિરમાં છેલ્લાં 10 વર્ષથી સાફસફાઇનું કામકાજ કરતા સેવકની હત્યા ( Murder Case Anand) થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

આણંદ: આણંદમાં સાંઈબાબા મંદિરમાં છેલ્લાં 10 વર્ષથી સાફસફાઇનું કામકાજ કરતા સેવક કમલેશને વિક્રમ મહારાજના અન્ય મહારાજ સાથેના સમલૈંગિક સંબંધોની જાણ થઈ જતાં તે અવાર-નવાર ટોર્ચર કરતો હોય આખરે કંટાળીને કમલેશનેની હત્યા (Murder Case Anand) કરી નાંખવામાં આવી હતી.

Murder Case Anand  : આણંદના સાંઈબાબા મંદિરનો પૂજારી નીકળ્યો હત્યારો
Murder Case Anand : આણંદના સાંઈબાબા મંદિરનો પૂજારી નીકળ્યો હત્યારો

આણંદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી

આણંદ પોલીસે આ હત્યામાં ઝીણવટ ભરી તપાસ (Anand police conducted a thorough investigation) કરીને સાંઇબાબા મંદિરના વિક્રમ મહારાજની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યા વિક્રમ મહારાજ દ્વારા જ કરવામાં આવી હોવાનું ખુલવા પામતાં શહેર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ૨૩ ડિસેમ્બરના રોજ સાંઈબાબા મંદિર પાછળથી મંદિરના સેવક કમલેશભાઈ ચંદુભાઈ રાઠોડ (ઉ. વ. ૩૭)ની શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે શહેર પોલીસે પ્રથમ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં છાતી ઉપર બળપ્રયોગને કારણે પાંસડીઓમાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ તેમજ ફેફસાં પણ ભાંગી જવા પામ્યા હતા. જેના કારણે મોત થયાનું ખુલવા પામ્યું હતુ.

આણંદ શહેર પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ કરી

આ અંગે આણંદ શહેર પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ કરતાં મરણ જનારના ભાઈ મહેશભાઈએ કમલેશ મંદિરના મહારાજ વિક્રમ મહારાજ સાથે જ મોટાભાગે રહેતો હતો અને તેમની સાથે જ મંદિરના સેવકનું કામકાજ કરતો હતો.જેને લઈને તેમના વિરૂધ્ધ શંકાને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ વિક્રમ મહારાજને પુછપરછ માટે બોલાવીને યુક્તિ-પ્રયુક્તિથી સવાલ-જવાબ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે જ કમલેશની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

કમલેશ અવાર-નવાર ટોર્ચર કરતો

વિક્રમ મહારાજને મંદિરના જ એક અન્ય મહારાજ સાથે વર્ષોથી સમલૈંગીક સંબંધો બંધાયા હતા. જેની જાણ કમલેશને થઈ ગઈ હતી અને તેને લઈને કમલેશ અવાર-નવાર મેણાં મારતો હતો અને ટોર્ચર કરતો હતો.

કમલેશના મેણાથી કંટાળીને વિક્રમ મહારાજે હત્યા કરી

કમલેશના મેણાથી કંટાળી ગયેલા વિક્રમ મહારાજ કમલેશને મંદિરની પાછળના ભાગે લઈ ગયો હતો અને ત્યાં ધક્કો મારતા તે દિવાલ સાથે અથડાઈને નીચે પડતા જ વિક્રમ મહારાજ તેની છાતી ઉપર બેસી ગયા હતા અને ગળુ દબાવી દીધું હતુ. ભારેખમ શરીર ધરાવતા વિક્રમ મહારાજનો ભાર કમલેશ સહન કરી શક્યો નહોતો અને ફેફસા ફાટી જતાં તેમજ પાંસડીઓ તુટી જતાં તેનું મોત થયું હતુ. કમલેશ મોતને ભેટ્યો હોવાની ખાત્રી કરી લીધા બાદ તેનો મોબાઈલ ફોન પણ તોડી નાંખ્યો હતો.

વિક્રમ મહારાજની રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

વિક્રમ મહારાજની આ કબુલાતના આધારે પોલીસે વિક્રમ મહારાજની કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવીને ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: 2016માં થયેલા ડબલ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી સાથે થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી

આ પણ વાંચો: મોરબી: પંચાસર ચોકડીએ નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા

Last Updated :Dec 29, 2021, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.