ETV Bharat / state

Porbandar News : 119 સંતો મહંતો સાથે રામકૃષ્ણ મિશન રાજકોટ આયોજિત ગુજરાત તીર્થયાત્રા પોરબંદર પહોંચી, આ છે હેતુ

author img

By

Published : Feb 7, 2023, 4:02 PM IST

રામકૃષ્ણ મિશન રાજકોટ (Ramakrishna Mission Rajkot )દ્વારા ગુજરાત તીર્થયાત્રાનું (Gujarat Tirth Ytara )આયોજન થયેલું છે. જેના 119 સંતો મહંતો પોરબંદર પહોંચ્યાં હતાં. સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવાનું આયોજન થયું છે જે અંગે સંસ્થા દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે.

રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા 119 સંતો મહંતો સાથેની ગુજરાત તીર્થયાત્રા પોરબંદર પહોંચી
રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા 119 સંતો મહંતો સાથેની ગુજરાત તીર્થયાત્રા પોરબંદર પહોંચી

સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવાનું આયોજન

પોરબંદર : શ્રી રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં 119 જેટલા સંતો મહંતો ગુજરાતમાં આવેલ વિવિધ સ્થળોની મુલાકાત લઇ રહ્યાં છે. જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં રહ્યા હતા તે સ્થળોની મુલાકાત લઇ સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવાનું આયોજન અંગે ગુજરાત સરકારને માંગ કરી છે તેમ રાજકોટ રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું.

ઢોલ અને શરણાઈ સાથે પુષ્પોથી સ્વાગત : પોરબંદરમાં આવેલ સ્વામી વિવેકાનંદના ધ્યાન ખંડની મુલાકાતે આવેલા આ 119 સંતોનું ભવ્ય સ્ગાત પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત તીર્થયાત્રામાં સાધુ સંતોએ અમદાવાદથી વડોદરા અને ત્યારબાદ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જૂનાગઢ થઈ સોમનાથ બાદ પોરબંદરમાં આવેલ રામકૃષ્ણ મિશનની મુલાકાત લીધી હતી. અહીં તેમનું રામકૃષ્ણ મિશનના અનુયાયીઓ તથા સ્વામી આત્મદીપાનંદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ અને શરણાઈ સાથે પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Swami Vivekananda Yatra : સોરઠમાં વિવેકાનંદનો પ્રવાસ ફરી તાજો થયો, 125 સન્યાસીઓ નીકળ્યા પદયાત્રાએ

રામકૃષ્ણ મિશનના સંતોએ ધ્યાન ખંડની મુલાકાત લીધી : તમામ સંતો મહંતોએ સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 1891 - 92 માં ચાર માસ સુધી જ્યાં રહ્યા હતાં તે શંકર પાંડુરંગ શાસ્ત્રીના બંગલામાં આવેલ સ્વામી વિવેકાનંદના ધ્યાન ખંડની મુલાકાત લીધી હતી ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિર અને કૃષ્ણ સખા સુદામાના મંદિરની પણ મુલાકાત લીધી હતી અને દ્વારકા જવા નીકળ્યા હતા.

ગુજરાત તીર્થયાત્રાનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવી : રાજકોટ રામકૃષ્ણ મિશનના સંચાલક સ્વામી નિખીલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ એ મુલાકાત લીધી છે અને તેમના ચરણોથી તે ભૂમિ પાવન થઈ છે. આવા અનેક સ્થળોએ મેમોરિયલ છે અને ઘણા એવા સ્થળો છે કે જ્યાં મેમોરિયલ નથી તો એવા સ્થળોએ મેમોરિયલ બનાવી સ્વામી વિવેકાનંદ સર્કિટ બને તેવી રજૂઆત સરકારને કરવામાં આવી છે. દેશ વિદેશમાં વસતા સ્વામી વિવેકાનંદના પ્રશંસકો ફોલોવર્સ મોટી સંખ્યામાં છે. આ યાત્રામાં આવી સ્વામી વિવેકાનંદ અંગે વિશેષ માહિતી લઈ શકે તેના આયોજનના ભાગરૂપે આ ગુજરાત તીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Ramakrishna Mission: રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે રાજકોટમાં ધર્મસભાનું આયોજન

નેપાળ અને બાંગ્લાદેશના સ્વામી પણ ગુજરાત તીર્થયાત્રામાં જોડાયા : ભારતભરમાં જ નહીં પરંતુ દેશવિદેશમાં પણ રામકૃષ્ણ મિશનના આશ્રમમાં આવેલા છે બાંગ્લાદેશ અને નેપાળના સ્વામીઓએ પણ પોરબંદરની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશ કાઠમંડુના રામકૃષ્ણ મિશન ચલાવતા સ્વામી એકાર્થનંદજીએ જણાવ્યું હતુ કે કાઠમંડુમાં રામકૃષ્ણ મિશનનું બાંધકામ થઈ રહ્યું છે અને આ ગુજરાત યાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે આ યાત્રામાં આવવાનું જે સૌભાગ્ય મળ્યું છે તેનાથી ખુશી અનુભવું છું અને સોમનાથના દર્શન કર્યા હતાં જેનાથી ધન્યતા અનુભવી છે. આ રીતે અન્ય લોકો પણ આ યાત્રાનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.