ETV Bharat / state

Swami Vivekananda Yatra : સોરઠમાં વિવેકાનંદનો પ્રવાસ ફરી તાજો થયો, 125 સન્યાસીઓ નીકળ્યા પદયાત્રાએ

author img

By

Published : Feb 7, 2023, 1:57 PM IST

જૂનાગઢમાં ફરી એકવાર સ્વામી વિવેકાનંદની યાત્રા તાજી થઈ છે. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ થતા તેની યાદમાં 125 સન્યાસીઓ પદયાત્રાએ નીકળ્યા છે. (Swami Vivekananda Yatra)

Swami Vivekananda : સોરઠમાં વિવેકાનંદનો પ્રવાસ ફરી તાજો થયો, 125 સન્યાસીઓ નીકળ્યા પદયાત્રાએ
Swami Vivekananda : સોરઠમાં વિવેકાનંદનો પ્રવાસ ફરી તાજો થયો, 125 સન્યાસીઓ નીકળ્યા પદયાત્રાએ

સ્વામી વિવેકાનંદની યાત્રાના પંથને ફરી કરાયો, જીવંત 125 સન્યાસીઓ નીકળ્યા પદયાત્રા પર

જૂનાગઢ : ભારતના સૌથી તેજસ્વી પુરુષ સ્વામી વિવેકાનંદની યાદ આજે જૂનાગઢમાં તાજી થયેલી જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રામકૃષ્ણ મિશનની સ્થાપનાને આજે 125 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેની યાદમાં તેમજ સ્વામી વિવેકાનંદ દ્વારા ભારત ભ્રમણ દરમિયાન કરવામાં આવેલી પદયાત્રાનો અહેસાસ માટે રામકૃષ્ણ મિશનના 125 જેટલા અનુયાયીઓ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રીઓ આજે જૂનાગઢમાં આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

સન્યાસીઓએ વિવેકાનંદની યાદને કરી તાજી : પ્રખર તેજ ધરાવતા સ્વામી વિવેકાનંદ દ્વારા તેમના ભારત ભ્રમણ દરમિયાન સૌથી વધુ સમય ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિતાવ્યો હોવાનું માનવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજી જુનાગઢ આવ્યા હતા અને અહીં ગિરનારની તપોભૂમિના ધાર્મિક અધ્યયન કર્યું હતું. તેની યાદ આજે પણ માનસપટ પર અંકિત જોવા મળે છે. તેને તાજી કરવા માટે રામકૃષ્ણ મિશનના 125 કરતા વધુ અનુયાયીઓ આજે જૂનાગઢની પાવન ભૂમિ પર પદયાત્રા કરીને આવી પહોંચ્યા છે. આ પદયાત્રીઓ દ્વારા ગિરનાર પર્વત ભવનાથ મહાદેવ અને સમગ્ર ગિરનાર પરીક્ષેત્રમાં કે જ્યાં સ્વામી વિવેકાનંદ દ્વારા ધ્યાન અને પરિભ્રમણ કર્યું હતું. તેવા તમામ સ્થળોએ આ પદયાત્રીઓ રૂબરૂ યાત્રા કરીને વિવેકાનંદજીના અહેસાસની અનુભૂતિ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરત જિલ્લામાં 3 સ્થાનો પર ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઈ

આ પદયાત્રા સૌરાષ્ટ્રમાં કરશે પરિભ્રમણ : પહેલી ફેબ્રુઆરીએ શરૂ થયેલી સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનની આ પદયાત્રા નવમી તારીખે અમદાવાદ ખાતે પૂર્ણ થશે. આ પદયાત્રા આજે જૂનાગઢ આવી પહોંચી છે, ત્યારબાદ તેઓ પ્રભાસ તીર્થ ક્ષેત્રની તપોભૂમિ એવા સોમનાથ પણ જશે. વિવેકાનંદજીએ અહીં તેમનું અધ્યયન અને ધ્યાન કર્યું હોવાના પુરાવા આજે પણ જોવા મળે છે, ત્યારબાદ આ પદયાત્રા પોરબંદર ખાતે વિશ્રામ લેશે અને ત્યાંથી દ્વારકાનગરી તરફ પ્રયાણ કરશે. દ્વારકામાં પણ સ્વામી વિવેકાનંદે તેમનું ધાર્મિક અધ્યયન કર્યું હોવાના પુરાવા જોવા મળે છે, ત્યારબાદ આ યાત્રા રાજકોટ, સુરેન્દ્રનગર થઈને આગામી 9 તારીખે અમદાવાદ ખાતે પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદ વર્ષ 1892માં જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.