ETV Bharat / state

સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

author img

By

Published : Aug 10, 2021, 8:07 PM IST

પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) દેથળી ચાર રસ્તા પાસે તાજેતરમાં કારમાં આવેલા ચાર બુકાનીધારી લૂંટારુઓએ આંગડિયા પેઢીના મેનેજરને આંતરી છરી બતાવી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ સાથે કુલ 6.84 લાખના મુદ્દામાલની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં વધુ પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે.

Gujarat News
Gujarat News

  • સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે તાજેતરમાં આંગડિયા લૂંટની ચકચારી ઘટના બની હતી
  • ચાર બુકાનીધારી શખ્સોએ છરીની અણીએ ચલાવી હતી લૂંટ
  • પોલીસે લૂંટમાં સામેલ 11 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી

પાટણ: જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) ખાતે મારુતિ કોમ્પ્લેક્ષ આવેલા પટેલ જયંતિ સોમાભાઈની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી 17 જુલાઇના રોજ સવારે અમદાવાદથી આવતા આંગડિયા પેઢીના પાર્સલ લેવા દેથળી ચાર રસ્તા ઉપર આવ્યા હતા. તેઓની સાથે અન્ય આંગડિયા પેઢીના કર્મચારી પણ હતા. અમદાવાદથી પાર્સલ લઇ કાર આવતા બન્નેએ પોતપોતાના પાર્સલ લઇ થેલામાં મૂક્યા હતા અને હાઇવે ક્રોસ કરી સામેના છેડે ગયા હતા. જ્યાં આંગડિયા પેઢીના કર્મચારી પોતાની એક્ટિવા પાસે પહોંચ્યા હતા અને થેલો એક્ટિવા પર મૂકી રહ્યા હતા. તે સમયે કારમાં બુકાની બાંધેલા ચાર શખ્સો આવી પહોંચ્યા હતા અને નીચે ઉતરી આંગડીયા પેઢીના કર્મચારીને ઘેરી લઇ છરી બતાવી થેલો આંચકી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં લૂંટ (Robbery) ચલાવી નાસી છૂટ્યા હતા.

સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: બેરોજગાર યુવકનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવા જતા થોડે દૂરથી જ ઝડપાયો

લૂંટના મુખ્ય સૂત્રધારને પોલીસે સુરતથી પકડ્યો

આ લૂંટ (Robbery) ને પગલે પોલીસે (Police) અલગ-અલગ ટીમો બનાવી આ લૂંટ (Robbery) ના આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાંથી અગાઉ 11 જેટલા આરોપીઓને પોલીસે (Police) ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 2,62,709 નો મુદ્દામાલ રિકવર (Recover) કર્યો હતો. આ લૂંટનો મુખ્ય સૂત્રધાર ઉપેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ કિર્તીસિંહ ચૌહાણ સુરત હીરા વેચવા માટે ગયો હોવાની બાતમી મળતા પોલીસે (Police) એક ટીમ સુરત મોકલી ઉપેન્દ્રસિંહ તેમજ હીરાનું વેચાણ કરનાર દલાલો અને હીરાની ખરીદી કરનાર વેપારી સહિત કુલ 5 આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 4,80,000 નો મુદ્દામાલ રિકવર (Recover) કર્યો હતો.

સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં જોતજોતમાં લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી, જૂઓ CCTV ફૂટેજ...

પોલીસે ઘરવખરીનો સામાન પણ કબજે કર્યો

અત્રે નોંધનીય છે કે, આરોપીઓએ લૂંટ (Robbery) નો મુદ્દામાલ વેચી ટીવી, ફ્રીઝ, વોશિંગ, મશીન, ઘરઘંટી અને બાળકોની સાયકલો સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. જોકે પોલીસે (Police) ઘરવખરીનો સામાન પણ કબજે કરી અત્યાર સુધીમાં લૂંટ (Robbery) માં સંડોવાયેલા 15 આરોપીઓ અને એક હીરાનો વેપારી મળી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી 8,53,569નો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
સિદ્ધપુર આંગડિયા લૂંટના વધુ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.