ETV Bharat / state

Corruption in Patan HNGU : પાટણ HNG યુનિવર્સિટીના ચાર ભવનોના બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયાનું સાબિત થઈ ગયું

author img

By

Published : Feb 22, 2022, 1:40 PM IST

Corruption in Patan HNGU : પાટણ HNG યુનિવર્સિટીના ચાર ભવનોના બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયાનું સાબિત થયુ
Corruption in Patan HNGU : પાટણ HNG યુનિવર્સિટીના ચાર ભવનોના બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયાનું સાબિત થયુ

પાટણ HNG યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં 4 ભવનના નિર્માણમાં ભ્રષ્ટાચાર (Corruption in Construction of HNGU Bhavan) થયું હોવાનું સાબિત થયું છે. આ સાથે જ યુનિવર્સિટીને 1.72 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન (Corruption in Patan HNGU) પણ થયું હોવાનું સ્પષ્ટ થયું છે. તો હવે આ મામલે કારોબારીએ યુનિવર્સિટીના મદદનીશ ઇજનેરને કાયમી ધોરણે ફરજ માંથી મુક્ત કરવા કારણદર્શક નોટિસ ફટકારી છે.

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની (HNGU Executive Committee Meeting) ગત સપ્તાહે બેઠક મળી હતી. જેમાં યુનિવર્સિટીના બહુચર્ચિત કન્વેન્શન હોલ, સિલ્વર જ્યુબિલી પાર્ક, આર્કિટેક્ચર ભવન અને ગેસ્ટ હાઉસના નવા ભવનોના બાંધકામ થયેલા ભ્રષ્ટાચાર માટે નિમાયેલા તપાસ અધિકારી એચ.એન.ખેર અને લીગલ એડવાઇઝર જે.કે.દરજી દ્વારા તપાસ અહેવાલ કારોબારી સમક્ષ રજૂ કર્યો હતો. જોકે અહેવાલનો અભ્યાસ ઝડપથી થઇ શકે તેમ ન હોય તેથી આ મામલે નિર્ણય કરવા 21 મી ફેબ્રુઆરીએ ફરી બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

1 કરોડ 72 લાખનું નુકસાન

પાટણ HNG યુનિવર્સિટીના ચાર ભવનોના બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયાનું સાબિત થયુ

સોમવારે કારોબારી સભ્યોની બેઠક યુનિવર્સિટી ખાતે મળી હતી અને આ અહેવાલમાં ચાર ભવનોના બાંધકામમાં ભ્રષ્ટાચાર (Corruption in Construction of HNGU Bhavan) તેમજ યુનિવર્સિટીને 1 કરોડ 72 લાખનું આર્થિક નુકસાન થયું હોવાનું સાબિત થયું છે. જેને લઇ કારોબારીએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા યુનિવર્સિટીના મદદનીશ ઇજનેર kids ને કારણદર્શક નોટિસ ફટકારી નોકરી માંથી કાયમી ધોરણે બરતરફ કેમ ન કરવા તે મામલે જવાબ માંગ્યો છે.

આ પણ વાંચોઃ Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ

તટસ્થતાપૂર્વક કાર્યવાહીની શિક્ષણવિદો ઇચ્છા

છેલ્લા કેટલાક વર્ષોથી યેનકેન પ્રકારે વિવાદોમાં રહેતી કોટનની યુનિવર્સિટીના 4 ભવનોના બાંધકામ થયેલ ભ્રષ્ટાચારનો (Corruption in Patan HNGU) વિવાદ પણ ભારે ચગડોળે ચડયો હતો. ત્યારે કોર્ટની આંટીઘૂંટી બાદ અંતે ભ્રષ્ટાચાર થયું સામે આવતા યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચ્યો છે. આગામી દિવસોમાં MBBSના ગુણ સુધારણા કૌભાંડ (Scandal in Patan University) સહિતના અન્ય તપાસમાં પણ તટસ્થતાપૂર્વક કાર્યવાહી થાય તેવી શિક્ષણવિદો ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચોઃ HNGU University Recruitment Scam : HNGU યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખી આપી ચિમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.