ETV Bharat / state

HNGU દ્વારા 8 જૂનથી ઓનલાઈન પરીક્ષા લેવાનો કરાયો નિર્ણય

author img

By

Published : May 29, 2021, 10:23 PM IST

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર ન થાય અને વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી આગળ વધારી શકે તે માટે સ્નાતક કક્ષાના સેમેસ્ટર 6 તથા અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-4ના પરીક્ષાના ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિગતવાર કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. જુલાઈ મહિનાના પહેલા વીકમાં પરીક્ષા યોજાશે.

Gujarat News
Gujarat News

  • HNGU યુનિવર્સીટીમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાશે
  • ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાશે
  • 41 જેટલી પરીક્ષાઓ 8 જૂનથી શરૂ થશે

પાટણ : કોરોનાની મહામારીને કારણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા ઓક્ટોબર- ડિસેમ્બર 2020માં સ્થગિત કરેલ પરીક્ષાઓ તેમજ માર્ચ - જૂન 2021ની સ્નાતક કક્ષાની સેમેસ્ટર 2, 4 અને 6 તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર- 2 અને સેમ- 4ની પરીક્ષાઓ ઓનલાઇન પદ્ધતિથી MCQ પ્રશ્નો દ્વારા લેવાનું નક્કી કરેલું છે. આ તમામ 41 જેટલી પરીક્ષાઓ 8મી જૂનથી ત્રણ તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 8-6-2021થી ચાલુ થશે. જેમાં જુદી જુદી 17 પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાઓ પૂર્વે બે મોક ટેસ્ટ લેવાશે, ત્યારબાદ બીજા તબક્કાની 9 પરીક્ષાઓ 19 જૂનથી ચાલુ થશે અને ત્રીજા તબક્કામાં લેવાનારી 15 પરીક્ષાઓ તા. 1-7-2021થી શરૂ થશે.

HNGU દ્વારા 8 જૂનથી ઓનલાઈન પરીક્ષા લેવાનો કરાયો નિર્ણય

આ પણ વાંચો : પાટણની HNGU અને ઈન્દોરની SAGE યુનિવર્સિટી વચ્ચે MOU

પરીક્ષા પૂર્વે બે મોક ટેસ્ટ લેવાશે

તારીખ 15 માર્ચથી શરૂ કરેલી પરીક્ષાઓ તારીખ 19 માર્ચના પત્રથી સ્થગિત કરવામાં આવી છે. જે પૈકી BSc, Bcom, BBA, BRS, BSc Home Sci, BA Bed અને BSc Bed તમામની સેમ- 1ના બાકી રહેલી પેપરોની પરીક્ષાઓ ઓનલાઇન પદ્ધતિથી લેવામાં આવશે અને તેનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર હવે પછીથી જાહેર કરવામાં આવશે.

HNGU
HNGU
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.