મોટી નરોલી ગામે એક પેપર મીલમાં અકસ્માતે આગ લાગી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો - A paper mill caught fire

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 5:28 PM IST

thumbnail
મોટી નરોલી ગામે એક પેપર મીલમાં અકસ્માતે આગ લાગી (etv bharat gujarat)

માંગરોળ: મોટી નરોલી ગામે એક પેપર મીલમાં મોડી રાત્રે અકસ્માતે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.સ્થળ પર દોડી ગયેલ ફાયર ફાઇટરની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલમાં માંગરોળ પંથકમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓમાં એકાએક વધારો થઈ ગયો છે. મોટી નરોલી ગામની સીમમાં આવેલ બી.એન પેપર મીલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી.

કાગળના વેસ્ટમાંથી આગ ફેલાઇ: ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ કાગળના વેસ્ટમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગ ઉપર કાબુ મેળવવા માટે માંડવી, બારડોલી સહિતની ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી અને આગ પર આખી રાત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારબાદ બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. સુમિલોન ફાયર ઓફિસર ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, ક્યાં કારણોસર આગ લાગી એ હજુ સુધી જાણવા મળ્યું નથી. આગની ઘટનામાં હજુ સુધી જોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

  1. જામનગરના કાલાવડમાં ખેડૂત પાસેથી 2 સખ્શોએ 15 લાખની ખંડણી માંગતા ચકચાર મચી, પોલીસ દોડતી થઈ - 15 Lakh Ransom
  2. ગુજરાતમાં મતદાન બાદ અમદાવાદમાં પહેલીવાર મળી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક, શું હતી ચર્ચા જૂઓ - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.