ETV Bharat / state

Patan University : ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ સહિત ચાર સામે ફરિયાદ, રજીસ્ટર નોંધવા કોર્ટનો હુકમ

author img

By

Published : Feb 5, 2022, 11:39 AM IST

Updated : Feb 6, 2022, 11:33 AM IST

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મદદનીશ ઈજનેરને ચૂકવવામાં આવેલા પગારને લઇ નાણાકીય ઉચાપત, ગેરરીતિ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા મામલે અરજદારે કોર્ટમાં (Court Orders to Register Complaint Patan University) દાદ માગી હતી. જે ફોજદારી પરચુરણ અરજી ફેશલ કરી તત્કાલીન કુલપતિ સહિત ચાર સામે FIR નોંધવાની દાદા કોર્ટે નામંજૂર કરી ફરિયાદ રજીસ્ટરમાં નોંધવવા હુકમ કર્યો.

Patan University : ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત ચાર સામે ફરિયાદ રજીસ્ટર નોંધવા કોર્ટનો હુકમ
Patan University : ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત ચાર સામે ફરિયાદ રજીસ્ટર નોંધવા કોર્ટનો હુકમ

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટાચારનો (Corruption in Patan University) અખેડો બની હોય તેમ અવારનવાર ચમકતી રહે છે. હાલ યુનિવર્સિટીમાં MBBS ગુણ સુધારણા કૌભાંડ અને ચાર ભવનોના નિર્માણમાં ગેરરીતિ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે હાર્દિક પટેલ નામના ફરિયાદીએ યુનિવર્સિટીમાં 19મી એપ્રિલ 2016 ની કારોબારી સમિતિની મીટીંગ ઠરાવ નંબર 53 1મી મે, 2016થી 11 માસના સમયગાળા દરમિયાન માસિક 35 હજાર પગારથી મદદનીશ ઇજનેરને નિયુક્તિ (Appointment of Engineer in Patan University) આપી હતી.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત ચાર સામે ફરિયાદ રજીસ્ટર નોંધવા કોર્ટનો હુકમ

પોલીસે FIR નોંધી નહિ

આ બાબતે ઠરાવથી વધારે પગારનું ચુકવણું તે યુનિવર્સિટીના નાણાકીય ઉચાપત છે. તે યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ બાબુ પ્રજાપતિ, રજીસ્ટર ધર્મેન્દ્ર એમ પટેલ, મુખ્ય હિસાબી અધિકારી અરજણ મકવાણા અને મદદનીશ ઇજનેર વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસમાં 22મી મે, 2017ના રોજ લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી ન હતી. જેથી ફરિયાદીએ કોર્ટમાં ઘા નાંખી હતી. જેમાં ચારે વ્યક્તિઓના મેળાપીપણામાં યુનિવર્સિટીના 40 હજારની નાણાકીય ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ (Complaint Regarding Salary in HNGU) નોંધાવવા જણાવ્યું હતું.

ફરિયાદીની ફરિયાદ રજીસ્ટર નોંધવાનો હુકમ

જો આ મામલે કોર્ટમાં કરાય અરજી બાબતે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા 29 મી જાન્યુઆરી,2022ના રોજ ફરિયાદીના આક્ષેપોની સત્યતા ચકાસવા CRPC કલમ અન્વયે પોલીસ દ્વારા ઇન્કવાયરી કરાવવી ન્યાયોચિત જણાતા ફરિયાદીની ફરિયાદ રજીસ્ટર નોંધવાનો હુકમ કર્યો હતો. તેમજ ફરિયાદીને 19મી ફેબ્રુઆરી,2022 ના રોજ વેરિફિકેશન માટે હાજર રહેવાનો હુકમ કર્યો છે. જોકે કોર્ટ દ્વારા FIR નોંધવાની ફરિયાદીની (Court Orders to Register Complaint Patan University) દાદા નામંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ HNGU University Recruitment Scam : HNGU યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખી આપી ચિમકી

યુનિવર્સિટીના વકીલની સલાહ લઈને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે : રજિસ્ટ્રાર

યુનિવર્સિટીના રજિસ્ટાર ડી.એમ.પટેલ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા જે તે સમયે કારોબારી ઠરાવ મુજબ એડહોક ધોરણે સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી હતી. અને જે તે સમયના કારોબારી સમિતિના ઠરાવ મુજબ તેની મુદત વખતો વખત લંબાવવામાં આવેલી છે. તે મુજબ તેમને પગાર ચૂકવવામાં આવ્યો છે. કોઈ વધારાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. છતાં પણ યુનિવર્સિટીના એડવોકેટની સલાહ લઈને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ

Last Updated : Feb 6, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.