ETV Bharat / state

New Year 2022: નવસારીમાં વર્ષના અંતિમ દિવસે દારૂનો નશો કરનારા 160 લોકોએ ખાવી પડી જેલની હવા

author img

By

Published : Jan 1, 2022, 5:45 PM IST

અંગ્રેજી વર્ષ 2021ના અંતિમ દિવસે હર કોઈ નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યું હોય છે. જેમાં ઘણા લોકો દારૂનો નશો કરી વિશેષ ઉજવણી કરવાની ફિરાકમાં હોય છે પરંતુ નવસારી જિલ્લા પોલીસે (Navsari District Police) નશાની ઉજવણીને ડામી દેવામાં સફળતા મેળવી છે. જેમાં થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરી ફરતા 160 દારૂડિયાને (160 drunkards caught in Navsari) જેલની હવા ખાવી પડી છે.

160 drunkards arrested in Navsari
160 drunkards arrested in Navsari

નવસારી: વર્ષ 2022ને આવકારવા માટે નવસારીવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ વર્ષના અંતિમ મહિનામાં વધેલા કોરોના કેસની સ્થિતિને જોતા જિલ્લા પોલીસ વિભાગ (Navsari District Police) દ્વારા રાત્રી દરમિયાન નવા વર્ષની ઉજવણીમાં ભીડ ન થાય એ માટે શહેરમાં લુન્સીકૂઇ મેદાન પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાથે જિલ્લામાં આવેલા 96 ફાર્મ હાઉસમાં પણ નશીલી પાર્ટી ન થાય એવા પ્રયાસો કરી, પોલીસે સતત રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં પોલીસને સફળતા પણ મળી છે.

નવસારીમાં વર્ષના અંતિમ દિવસે દારૂનો નશો કરનારા 160એ ખાવી પડી જેલની હવા

પોલીસે 14 હજારથી વધુનો દારૂનો બિનવારસી જથ્થો પકડી પાડ્યો

જિલ્લામાં રાત્રી દરમિયાન મહેફિલનો (31st Party Navsari) એક પણ કેસ નોંધાયો નથી પરંતુ જિલ્લામાં નશો કરીને ફરતાં દારૂડિયાઓને પકડીને પોલીસે જેલની હવા ખવડાવી હતી. જિલ્લાના 10 પોલીસ મથકોમાં પીધેલા અને drink and driveના કુલ 160 કેસ (160 drunkards caught in Navsari) નોંધાયા છે. જ્યારે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં drink and driveના જિલ્લામાં કુલ 232 કેસો કરવામાં આવ્યા છે. જ્યારે વિદેશી દારૂની હેરફેરના પણ કેસ થયા છે, જેમાં ગત રોજ વાંસદા પોલીસે 14 હજારથી વધુનો દારૂનો બિનવારસી જથ્થો પકડી પાડ્યો હતો.

નવસારીમાં વર્ષના અંતિમ દિવસે દારૂનો નશો કરનારા 160એ ખાવી પડી જેલની હવા
નવસારીમાં વર્ષના અંતિમ દિવસે દારૂનો નશો કરનારા 160એ ખાવી પડી જેલની હવા

જિલ્લાના 10 પોલીસ મથકોમાં પકડાયેલા દારૂડિયાઓની સંખ્યા

નવસારી જિલ્લા પોલીસે ક્રિસમસથી 31 ડિસેમ્બર સુધીમાં વિશેષ ડ્રાઇવ રાખી હતી, જેમાં ગત રોજ દારૂનો નશો કરી ફરનારા કુલ 160 લોકોને પકડ્યા હતા. જેમાં બીલીમોરામાં 31, નવસારી ટાઉનમાં 24, ચીખલીમાં 22, નવસારી ગ્રામ્યમાં 20, વાંસદામાં 19, ગણદેવીમાં 14, ખેરગામમાં 9, મારોલીમાં 8, વિજલપોરમાં 7 અને જલાલપોરમાં 6 દારૂડિયા પકડ્યા હતા. નવસારી જિલ્લામાં કોરોનાના કેસ વધવાની સાથે જ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે. જેમાં પોલીસે જિલ્લામાં માસ્ક વગર ફરતા અથવા માસ્ક પહેર્યા વિના વાહન ચલાવનારા વાહન ચાલકો પાસેથી એક મહિનામાં 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસુલ્યો હતો.

નવસારીમાં વર્ષના અંતિમ દિવસે દારૂનો નશો કરનારા 160એ ખાવી પડી જેલની હવા
નવસારીમાં વર્ષના અંતિમ દિવસે દારૂનો નશો કરનારા 160એ ખાવી પડી જેલની હવા

આ પણ વાંચો: New Flites From Surat 2022 : સુરતથી ભાવનગર, અમરેલી, અમદાવાદ અને રાજકોટ કેટલી મીનિટમાં પહોંચશો? જાણો

આ પણ વાંચો: PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.