ETV Bharat / city

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં આરોપી અલુત વેકરીયાની ધરપકડ, પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ

author img

By

Published : Apr 7, 2021, 3:32 PM IST

સુરતમાં ચકચારી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં આખરે પોલીસે આરોપી અતુલ વેકરીયાની ધરપકડ કરી છે. એટલું જ નહીં આ પ્રકરણમાં આરોપીની તરફેણમાં ભૂમિકા ધરાવતા પોલીસ ઈન્સ્પેક્ટર કે. સી. ઝાલા અને PSI ચૌધરી સામે પણ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં આરોપી અલુત વેકરીયાની ધરપકડ, પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં આરોપી અલુત વેકરીયાની ધરપકડ, પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ

  • સુરતમાં ચકચારી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં આરોપીની ધરપકડ
  • પોલીસે સામાન્ય કલમ લગાવી આરોપીને છોડી મુક્યો હતો
  • કોર્ટે મંજૂરી આપતા આરોપી સામે ગંભીર ગુનો દાખલ કરાયો

આ પણ વાંચોઃ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અતુલ વેકરીયા અકસ્માત બનાવમાં PI અને PSI ને સસ્પેન્ડ કરવાની માંગણી

સુરતઃ શહેરમાં દારૂનો નશો કરી પોતાની લક્ઝુરિયસ કારમાં એક યુવતીને કચડીને ફરાર થનારા આરોપી અતુલ વેકરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની માહિતી પોલીસ કમિશનર અજય તોમરે આપી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે પોલીસે આરોપીની સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેને જવાની તક આપી હતી, પરંતુ ભારે વિરોધ અને સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થતા પોલીસે આખરે આરોપી અતુલ વેકરીયા સામે 304ની કલમ હેઠળ ગુનો નોંધવા કોર્ટ પાસે મંજૂરી માગી હતી. કોર્ટે મંજૂરી આપી દેવાતા આરોપી સામે ગુનો દાખલ કરાયો છે.

પોલીસે સામાન્ય કલમ લગાવી આરોપીને છોડી મુક્યો હતો

આ પણ વાંચોઃ અતુલ વેકરિયા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ: પોલીસની ટીકા થતા આખરે કલમ 304નો ઉમેરો કરાયો



જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ અપાયાઃ પોલીસ કમિશનર

શહેરમાં ભારે ચર્ચા છે કે, અતુલ વેકરીયા પોલીસમથકમાં હાજર થયો છે. જ્યારે બીજી બાજુ સુરત પોલીસ કમિશનર અજય તોમર જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા અતુલ વેકરીયાની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ત્યારે બની ત્યારથી જ મૃતકના પરિવાર અને સોશિયલ મીડિયા પર જવાબદાર PI અને PSI સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.