ETV Bharat / bharat

PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં

author img

By

Published : Jan 1, 2022, 4:54 PM IST

નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો મોકલી દીધો છે. આનાથી (PM Kisan Yojana) ખેડૂતોને નવા પાક માટે બિયારણની ખરીદી અને સિંચાઈ (10th installment of PM Kisan Sanman Nidhi 2022) કરવામાં મદદ મળશે.

PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં
PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે PM-કિસાન યોજના (PM Kisan Yojana) હેઠળ 10.09 કરોડ ખેડૂતોને 20,900 કરોડ રૂપિયાનો 10મો હપ્તો તેમના ખાતાંમાં મોકલી દીધો છે. તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને (10th installment of PM Kisan Sanman Nidhi 2022) આ રકમ મોકલ્યાની જાહેરાત કરી હતી.

1.24 લાખ ખેડૂતોને ફાયદો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના (PM Kisan Yojana) હેઠળ એક વર્ષમાં પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં રૂ.2,000ના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તે કરી હતી. વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં પીએમ મોદીએ 351 ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPO)ને રૂ. 14 કરોડથી વધુની ઈક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી હતી. તેનાથી 1.24 લાખ ખેડૂતોને (10th installment of PM Kisan Sanman Nidhi 2022) ફાયદો થશે. નવ રાજ્યોના મુખ્યપ્રધાનો, વિવિધ રાજ્યોના પ્રધાનો અને કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કૌભાંડ કરનારા 1191 ખેડૂત વિરુદ્ધ ફરિયાદ

20,900 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી

આ અવસર પર કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે નવા વર્ષ 2022ના પહેલા દિવસે 10.09 કરોડ લાભાર્થીઓના ખાતામાં 20,900 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર (10th installment of PM Kisan Sanman Nidhi 2022) કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પીએમ-કિસાન કાર્યક્રમ ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોમાં સરકાર તરફથી મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે : સી.આર.પાટીલ

અત્યાર સુધીમાં 1.8 લાખ કરોડ રૂપિયા પહોંચાડાયા

અગાઉ પીએમ-કિસાનનો (PM Kisan Yojana) નવમો હપ્તો ઓગસ્ટ, 2021માં બહાર પાડવામાં આવ્યો હતો. આજે જાહેર કરાયેલી રકમ (10th installment of PM Kisan Sanman Nidhi 2022) બાદ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.8 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પીએમ-કિસાન યોજનાની જાહેરાત ફેબ્રુઆરી, 2019ના બજેટમાં કરવામાં આવી હતી. આ અંતર્ગત ડિસેમ્બર, 2018થી માર્ચ, 2019ના સમયગાળા માટે પ્રથમ હપ્તો જારી કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.