ETV Bharat / state

રણોત્સવમાં હવે હોટ એર બલૂનની સફર, જોઈ શકાશે અદભૂત નજારો

author img

By

Published : Dec 30, 2022, 8:12 PM IST

Updated : Dec 30, 2022, 9:56 PM IST

કચ્છના સફેદ રણનો નજારો માણવા માટે રણોત્સવમાં ઉમેરાયું વધુ એક આકર્ષણનું કેન્દ્ર (rann utsav new attraction) ઉભું કરાયું છે. ગુજરાત પ્રવાસન દ્વારા આ વર્ષથી રણમાં પ્રથમ વખત હોટ એર બલૂનની (Hot air balloon ride in rann utsav) એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. હોટ એર બલૂનની સફરથી સફેદ રણ અને ટેન્ટસિટીનો અદભૂત નજારો પ્રવાસીઓ માણી શકશે. (rann utsav 2022-23)

કચ્છના સફેદ રણનો નજારો માણવા માટે રણોત્સવમાં ઉમેરાયું વધુ એક આકર્ષણનું કેન્દ્ર
કચ્છના સફેદ રણનો નજારો માણવા માટે રણોત્સવમાં ઉમેરાયું વધુ એક આકર્ષણનું કેન્દ્ર

કચ્છના સફેદ રણનો નજારો માણવા માટે રણોત્સવમાં ઉમેરાયું વધુ એક આકર્ષણનું કેન્દ્ર

કચ્છ: સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં (rann utsav new attraction) કોરોનાકાળ બાદ ફરી રોનક જોવા મળી રહી છે. આમ તો રણોત્સવમાં ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવેલા પ્રવાસીઓને ટેન્ટ સિટીમાં આયોજન કરાયેલ ગેમઝોન અને અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટીનો લાભ મળતો હોય છે. પરંતુ આ વર્ષેથી અન્ય પ્રવાસીઓ પણ એક્ટિવિટીની સાથે સફેદ રણ અને ટેન્ટસિટીનો નજારો માણી શકે તે માટે ગુજરાત પ્રવાસન દ્વારા હોટ એર બલૂનની (Hot air balloon ride in rann utsav) એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.

પ્રવાસીઓ માણશે હોટ એર બલૂનની રાઈડ: ટેન્ટ સિટીમાં (rann utsav 2022-23) ચાલતી અવનવી ગેમ્સ ઉપરાંત એડવેન્ચર એક્ટિવિટીનો લાભ ટેન્ટ સિટીમાં રોકાણ કરવા આવતા લોકો લેતા હતા. હવે આ વર્ષથી રણમાં પ્રથમ વખત હોટ એર બલૂન રાઇડ શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર સફેદ રણ જોવા આવતા લોકો પણ હવે અહીં આ રાઇડનો આનંદ મેળવી શકશે. પ્રવાસીઓ હોટ એર બલૂનમાં બેસીને ઉપરથી ટેન્ટ સિટી તેમજ સફેદ રણનો અદભૂત નજારો માણી શકશે.

પ્રવાસીઓ માટે નવું આકર્ષણ: કચ્છનું સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 26મી ઓકટોબરથી શરૂ થયેલા રણોત્સવ દરમિયાન અહીં ઊભી કરાતી ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરી હજારો પ્રવાસીઓ દર વર્ષે આ સફેદ રણનું અનુભવ લેતા હોય છે. તો ખાનગી કંપની દ્વારા સંચાલિત ટેન્ટ સિટીમાં ટેન્ટના ભાડા સૌને પરવડે તેવા હોતા નથી. લાખો લોકો રણોત્સવ દરમિયાન ફક્ત સફેદ રણની મુલાકાત લઈ અહીં ઉભા કરવામાં આવતા આકર્ષણોની મજા માણતા હોય છે. ત્યારે તેમને પણ આનંદ મળી રહે તે હેતુસર આ વર્ષે અનેક એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 'અચો અસાજે કચ્છ', 'રણ કે રંગ' થીમ પર રણોત્સવનું આયોજન

વયજૂથ મુજબ ગેમ્સ અને એક્ટિવિટી: Lallooji And Sonsના PRO અમિત ગુપ્તાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા દરેક વયજૂથને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને એ આધારિત ઇન્ડોર અને આઉટડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્લબ હાઉસ છે એક્ટિવિટી ઝોન છે. લુડો, કેરેમ, ટેબલ ટેનિસ જેવી ક્લબની ગેમ છે તો પેરમોટરીગ, પેરાગ્લાઇડીંગ અને હોટ એર બલૂન જેવી રાઇડો પણ વયજૂથ પ્રમાણે આયોજન કરવામાં આવી છે.

બે ડોમમાં 15થી વધારે ગેમ્સ: રણોત્સવ ખાતે ઊભી કરાયેલી ટેન્ટ સિટીમાં દર વર્ષે વયજૂથ આધારિત બાળકો તેમજ યુવાનો માટે વિવિધ એડવેન્ચર એક્ટીવિટીઝ ઊભી કરવામાં આવે છે. તો ટેન્ટ સિટી સિવાય ફક્ત સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓને પણ મનોરંજન પૂરું પાડવા ગુજરાત ટુરિઝમ દ્વારા ખાસ ગેમ ઝોન અને એડવેન્ચર એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. સફેદ રણમાં ઊભા કરાયેલા બે ડોમમાં 15થી વધારે ગેમ્સ શરૂ કરવામાં આવી છે સાથે જ પ્રવાસીઓ માટે હોટ એર બલૂન રાઈડ પણ શરૂ કરાઇ છે જેનો લાભ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ લઈ રહ્યા છે. પ્રથમ ડોમમાં ફાઇટિંગ, ક્રિકેટ, ટેનિસ, કાર રેસિંગ, બાઇક રેસિંગ,આર્ટ એક્ટિવિટી જ્યારે બીજા ડોમમાં ફ્લેમિંગો, સેલ્ફી પોઈન્ટ, લુડો, ચેસ, મિરર હાઉસ, ગન ગેમ, ઇન્ડો-પાક વોર, ભૂલભુલૈયાની સાથે ડાન્સિંગના આકર્ષણો પણ શરૂ કરાયા છે.

આ પણ વાંચો: રણોત્સવના લીધે વધ્યું મીઠામાવાનું વેચાણ, પ્રવાસીઓ 1 કરોડથી વધુનો માવો ખાઈ ગયા

પ્રવાસીઓનો ધસારો વધશે: ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં જ 31 હજારથી વધારે પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધા બાદ આ ડિસેમ્બર મહિનામાં નાતાલ અને ન્યુ યર જેવા તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવાસીઓ માટે ખાસ DJ બેન્ડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.

Last Updated :Dec 30, 2022, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.