ETV Bharat / state

'અચો અસાજે કચ્છ', 'રણ કે રંગ' થીમ પર રણોત્સવનું આયોજન

author img

By

Published : Dec 29, 2022, 8:08 PM IST

નવા વર્ષને આવકારશે કચ્છ, પ્રવાસીઓની ઉમટી ભીડ
નવા વર્ષને આવકારશે કચ્છ, પ્રવાસીઓની ઉમટી ભીડ

વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવનો (thirty first celebration Ran nutsav in kutch) 26 ઓક્ટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી આયોજન ક૨વામાં આવ્યું છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ રણોત્સવની (kutch rann utsav) મુલાકાતે આવે છે ત્યારે આ વર્ષે છેલ્લાં 2-3 વર્ષો કરતા સારા પ્રમાણમાં ટેન્ટ સિટીમાં બુકિંગ થયું છે અને પ્રવાસીઓ 31st ની તેમજ New Yearની ઉજવણી માટે રણોત્સવમાં ઉમટી રહ્યા છે. (Rannutsav 2022-23)

31st ની તેમજ New Yearની ઉજવણી માટે રણોત્સવમાં ઉમટ્યાં

કચ્છ: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતો રણોત્સવ (kutch rann utsav) ફરી વિશ્વના પ્રવાસીઓને આવકારી રહ્યું છે. આ રણોત્સવ હંમેશા દેશ અને વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. તેવામાં દેશવિદેશમાંથી આવતા પ્રવાસીઓ ખાસ આ 4 મહિનાઓ દરમિયાન રજા માણવા રણોત્સવ માટે કચ્છ આવે છે. તો આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને 31st nightની ઉજવણી (thirty first celebration Ran nutsav in kutch) માટે કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે. (Rannutsav 2022-23)

વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ
વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ

પ્રવાસીઓ માટે DJ બેન્ડનું આયોજન: ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેન્ટ સિટીની થીમ 'રણ કે રંગ' રાખવામાં આવી છે. જે થકી લોકો કચ્છની સંસ્કૃતિના રંગોના દર્શન કરી શકશે. ઉપરાંત નવા વર્ષની ઉજવણી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. દરેક પ્રવાસીઓ 31st night નો આનંદ માણી શકે તે માટે ખાસ DJ બેન્ડ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ નવા વર્ષનો આનંદ માણી શકે તે માટે ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ
વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવવિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ

આ પણ વાંચો: બોટલ સાથે પકડાયા તો ખેર નહીં, 31 ડીસેમ્બરને લઈ એક્શન પ્લાન તૈયાર

કચ્છની સંસ્કૃતિથી પ્રભાવિત: આ રણોત્સવમાં રજાઓ માણવા આવેલા જામનગરની યશસ્વી જોષીએ etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અહીં આવ્યા છીએ અને આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે. રણોત્સવની મુલાકાતે જુદાં જુદા રાજયો તેમજ દેશોના લોકો આવે છે. જીવનમાં એક વખત તો આ રણની મુલાકાત લેવી જ જોઈએ.

વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ
વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવ

સ્થાનિક લોકોને રોજગારી: અન્ય મુલાકાતી હરેશભાઇ દયાધરએ જણાવ્યું હતું કે 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમે અહી આવ્યા છીએ. સૂકા વેરાન રણની અંદર આવું સરસ આયોજન અને ઉજવણી કરવામાં આવી રહી છે. રણને કંઈ રીતે માણવું તે અહીઁ આવીને ખબર પડે છે. નાના ગૃહ ઉદ્યોગો અને સ્થાનિક લોકોને પણ અહીં રોજગારી મળે છે.ઉપરાંત ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આ રણ આવેલું છે ત્યારે બોર્ડરની ખુબ નજીક આપણે આ ઉત્સવ મનાવી રહ્યા છીએ તે પણ આપણી સુરક્ષા એજન્સીઓની મહાનતા કહેવાય.

વિશ્વના પ્રવાસીઓને આકર્ષતો રણોત્સવ
વિશ્વના પ્રવાસીઓને આકર્ષતો રણોત્સવ

આ પણ વાંચો: અરવલ્લીમાં આશીર્વાદ સ્વરૂપ બની 108 સેવા, 15000 લોકોને લાભ થયો

સફેદ રણમાં સૂર્યોદયનો અદભૂત નજારો: ઇન્દૌરથી આવેલા મુલાકાતી અર્પિત મંગલે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમે 10 લોકો ઇન્દૌરથી રણોત્સવમાં સેલિબ્રેશન માટે આવ્યા છીએ. ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે. ક્યારેય પણ આવો સફેદ રણ નથી જોયો. ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે આ ઉપરાંત અહીંની સંસ્કૃતિ અને ખોરાક પણ ખૂબ જ સારું છે. સફેદ રણમાં સૂર્યોદયનો અદભૂત નજારો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.