ETV Bharat / state

New Year 2022: જાણો BSFના જવાનોએ કઇ રીતે કરી નવા વર્ષની શરૂઆત

author img

By

Published : Jan 1, 2022, 9:52 AM IST

આજે 1લી જાન્યુઆરી 2022 એટલે કે આજથી વર્ષ 2022 શરૂ થયું છે, ત્યારે અનેક લોકો પોતપોતાની રીતે આ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. આપણા દેશની રક્ષા કરતા BSFના જવાનોએ (BSF New Year Celebration) કચ્છની સરહદે આવેલી ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભગવાનની આરાધના કરીને નવા વર્ષની શરૂઆત (BSF troopers Kutch) કરી હતી અને આવનારું વર્ષ તમામ લોકો માટે મંગલમય અને સ્વાસ્થ્યવર્ધક બને તે માટે પ્રાર્થના કરી હતી.

BSF troopers
BSF troopers

કચ્છ: આજથી નવું વર્ષ 2022 શરૂ થઈ ચૂક્યું છે અને અનેક લોકો આ વર્ષની શરૂઆત સારી રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા હશે. તો અનેક લોકો પોતાની મનગમતી વસ્તુ આજના દિવસે કરી રહ્યા હશે અને વર્ષનો પ્રથમ દિવસ અનેરી રીતે ઉજવી રહ્યા હશે. ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત BSFના જવાનોએ (BSF troopers Kutch) નવા વર્ષની શુભ શરૂઆતના ભાગરૂપે સવારે ભગવાનની આરતી (BSF Troopers Performed Aarti) કરીને કરી હતી.

New Year 2022: જાણો BSFના જવાનોએ કઇ રીતે કરી નવા વર્ષની શરૂઆત

દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત રહે તેવી ભગવાન પાસે કરી પ્રાર્થના

દેશની સુરક્ષા કરતા BSF જવાનો (BSF New Year Celebration) દ્વારા બન્ને સમયે પૂજા આરતી કરવામાં આવતી હોય છે. આજે નવા વર્ષની શરૂઆતમાં દેશ સુરક્ષિત રહે, દેશના નાગરિકો ખુશ અને સુરક્ષિત રહે તથા છેલ્લાં 2 વર્ષોથી ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનાનો પણ નાશ થાય તે માટે પણ ભગવાન પાસે આરાધના કરી હતી અને આવનારું વર્ષ તમામ માટે મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

New Year 2022: જાણો BSFના જવાનોએ કઇ રીતે કરી નવા વર્ષની શરૂઆત
New Year 2022: જાણો BSFના જવાનોએ કઇ રીતે કરી નવા વર્ષની શરૂઆત

આ પણ વાંચો: Vaishno Devi Stampede : નવા વર્ષ પર વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12ના મોત, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી સંવેદના

આ પણ વાંચો: New Year 2022: નવું વર્ષ નાગરિકોને આરોગ્ય અને સુખ આપે, સાધુ સંતોએ ભગવાનને કરી પ્રાર્થના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.