ETV Bharat / city

New Year 2022: નવું વર્ષ નાગરિકોને આરોગ્ય અને સુખ આપે, સાધુ સંતોએ ભગવાનને કરી પ્રાર્થના

author img

By

Published : Jan 1, 2022, 9:06 AM IST

Updated : Jan 1, 2022, 10:10 AM IST

વર્ષ 2020ની જેમ વર્ષ 2021 પણ કોરોના મહામારી વચ્ચે પૂર્ણ થયું છે. ત્યારે આજે (1 જાન્યુઆરી 2022) વર્ષનો પહેલો દિવસ છે. તેવામાં હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી આશા સૌ રાખી (Ahmedabad Monk Saints on New Year 2022) રહ્યા છે. ત્યારે નવા વર્ષે સૌ કોઈનું આરોગ્ય સારું રહે (New Year gives health and happiness to citizens) તેમ જ દેશ પ્રગતિના પંથે આગળ વધે તેવા આશીર્વાદ સંતોએ આપ્યા (monks pray to God) હતા.

New Year 2022
New Year 2022

અમદાવાદઃ વર્ષ 2021 પણ 2020ની જેમ કોરોનાની મહામારીમાં વિત્યુ છે. ઘણા લોકોએ કોરોનાની બીજી લહેરમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. વ્યાપક રસીકરણ અભિયાનથી હવે (Corona vaccination campaign in India) ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તેવી આશા સૌ રાખી રહ્યા છે. નવા વર્ષમાં સૌ જીવનમાં પ્રગતિ કરે, લોકોનું જીવન આરોગ્યમય બને,દેશ પ્રગતિના પંથે આગળ વધે તેવા આશીર્વાદ સંતોએ (Ahmedabad Monk Saints on New Year 2022) આપ્યા હતા.

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું

અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ આપ્યા આશીર્વાદ

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, વર્ષ 2020-21માં આપણે કોરોના મહામારીમાં સંપડાયા હતા. હવે જ્યારે 2022નું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ (Ahmedabad Monk Saints on New Year 2022) કે, તેઓ વિશ્વને કોરોના મહમારીથી મુક્ત કરાવે. લોકોનું જીવન પ્રગતિસભર (New Year gives health and happiness to citizens) બને. 2022નું વર્ષ મંગલમયી બને. જગન્નાથની કૃપાથી સૌ નિરોગી રહે.

ઋષિભારતી બાપુના આશીર્વચન

અમદાવાદમાં સરખેજ આશ્રમના ઋષિભારતી બાપુએ નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, 2022નું વર્ષ (monks pray to God ) સુખ, શાંતિ અને આનંદ આપનારૂ બની (Ahmedabad Monk Saints on New Year 2022) રહે. વિશ્વ કોરોના મુક્ત બને, સૌ સ્વસ્થ્ય રહે. ભારતવર્ષ ઉત્કર્ષ (New Year gives health and happiness to citizens) કરે. લોકો આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ કરે.

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું

કોરોનાની ત્રીજી લહેરથી બચવા કોરોનાની વેક્સિન લેવી, માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને પોષણયુક્ત આહાર લેવો અતિ જરૂરી છે. આથી સંતોએ નવા વર્ષમાં સરકારની કોરોના ગાઈડલાઈનનો પાલન કરવાનો અનુરોધ નાગરિકોને (Monks on Corona's guideline) કર્યો છે.

Last Updated :Jan 1, 2022, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.