ETV Bharat / state

ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ

author img

By

Published : Dec 31, 2021, 4:30 PM IST

સરહદી જિલ્લા કચ્છમાં (BSF Soldier Kutch) સુરક્ષાની વાત કરીએ તો અહીં સુરક્ષા એજન્સીની તમામ પાંખો આંતરરાષ્ટ્રીય સરહદ પર પોતાની ફરજ બજાવી રહી છે. પછી એ એરફોર્સ હોય, નેવી હોય, કોસ્ટગાર્ડ હોય કે BSFના જવાનો હોય, તમામ જવાનો તેમના પરિવારોથી સેંકડો કિલોમીટર દૂર રહીને દિવસ રાત દેશની સુરક્ષા કરી રહ્યા છે. કચ્છના ખાવડા પાસે આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના જવાનો 24 કલાક રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ (BSF Soldier patrolling) કરે છે.

BSF is equipped to protect the country
BSF is equipped to protect the country

કચ્છ: આપણા દેશના સૈનિકો તોફાન હોય, વરસાદ હોય કે હિમવર્ષા હોય કે ગમે તેટલી ઠંડી હોય કોઈપણ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા અચકાતા નથી અને જ્યારે પણ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવાનો સમય આવે છે. આપણા સૈનિકોએ (BSF Soldier patrolling) પોતાના જીવની પરવા કર્યા વગર દેશ માટે લડ્યા છે અને જીત્યા પણ છે. ઘણા સૈનિકો શહીદ પણ થયા છે, જેના પર આજે સમગ્ર ભારતને ગર્વ છે. આજે આપણે વાત કરીશું કચ્છના સરહદી જિલ્લામાં તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની. આજે આપણે કચ્છની વિઘાકોટ બોર્ડર પર પહોંચ્યા છીએ, અહીંની ફેન્સીંગથી માત્ર 1 કિલોમીટર દૂર પાકિસ્તાન છે. આ તે જગ્યા છે જ્યાં BSFના જવાનો દિવસ-રાત દેશની રક્ષા કરે છે.

ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ

24 કલાક પેટ્રોલિંગ, ઘૂસણખોરીનો પ્રયાસ કરવો અશક્ય

સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છમાં સૌથી વધુ ઠંડીનો અહેસાસ થાય છે. હાલ કચ્છના (BSF Soldier patrolling) કેટલાક વિસ્તારોમાં ઠંડીનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ પર પહોંચી ગયું છે અને જોરદાર ઠંડા પવનો પણ અનુભવાઈ રહ્યા છે, ત્યારે પણ આવી પરિસ્થિતિ અને મુશ્કેલીઓમાં આપણા દેશના જવાનો પોતાની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે. અહીંથી BSFના જવાનો ચોવીસ કલાક સતત પેટ્રોલિંગ કરતા હોય છે. BSFના જવાનો જ્યાં સુધી તૈનાત છે ત્યાં સુધી પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં કોઈ પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરવો અશક્ય છે.

ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ
ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ

આ પણ વાંચો: Omicron in Delhi : વિદેશથી આવતા પ્રવાસીઓએ હોટલ અને કોવિડ કેર સેન્ટરમાં ક્વોરેન્ટીન રહેવું પડશે

આ પણ વાંચો: Femina Mrs Stylista India 2022: જાપાનિઝ સ્વોર્ડ આર્ટ કેન્જુત્સુમાં બ્લેક બેલ્ટ ધરાવતી મહિલા બની ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.