ETV Bharat / state

શોભાના ગાંઠિયા સમાન RTO: 50 કિમી દૂરથી આવતા લોકોને ધરમના ધક્કા

author img

By

Published : Jun 14, 2022, 8:21 PM IST

કચ્છ જિલ્લાના અંજારમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર( RTO office in Anjar)અધિકારીની કચેરીનું લોકાર્પણ પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઓફિસે હજુ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. અંજાર RTOમાં કામગીરી શરૂન થતા લોકોને 50 કિલોમીટર દૂર ભુજ ધક્કા ખાવા પડે છે.

અંજાર RTO કચેરી સોભાના ગાંઠિયા સમાન, કામગીરી ન થતી હોવાથી લોકોને 50 કિલોમીટર દૂર ધક્કા ખાવાનો વારો આવ્યો
અંજાર RTO કચેરી સોભાના ગાંઠિયા સમાન, કામગીરી ન થતી હોવાથી લોકોને 50 કિલોમીટર દૂર ધક્કા ખાવાનો વારો આવ્યો

કચ્છ: ગુજરાત રાજ્ય બંદરો અને વાહન વ્યવહાર વિભાગ (Gujarat Transport Department) દ્વારા કચ્છ જિલ્લાના અંજારમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું લોકાર્પણ ( RTO office in Anjar)માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્યન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ હજી પણ આ કચેરીએ કામગીરી ચાલું ન કરાતા અરજદારોએ છેટ ભુજ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.

અંજાર RTO કચેરી

નવી કચેરી માત્ર નામની: સૌથી મોટા જિલ્લા કચ્છના માર્ગો સતત વાહન વ્યવહારથી ધમધમતા હોય છે. આ વાહનોની પાસિંગની લઈને લાયસન્સ જેવી કામગીરી માટે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં માત્ર એક જ RTO કચેરી (Kutch RTO)કાર્યરત હતી, પરંતુ હાલમાં જ 12 દિવસ અગાઉ પૂર્વ કચ્છના લોકોને લાયસન્સ તેમજ ડ્રાઈવિંગ ટેસ્ટ (Operation stopped in Anjar RTO)વગેરે જેવી બાબતો માટે છેક પશ્ચિમ કચ્છ સુધી ધક્કોના ખાવો પડે તે માટે પૂર્વ કચ્છમાં GJ 39 નંબરની સિરીઝ સાથે અંજારમાં નવી RTO કચેરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Decrease in staff in RTO office : કચ્છ RTO કચેરી 50 ટકાથી ઓછો સ્ટાફ કાર્યરત કાર્યક્ષમતા પર અસર

અંજારમાં કચેરીમાં કામગીરી થતી નથી - કચ્છ જિલ્લાના અંજારમાં 1500 ચોરસમીટરનું બાંધકામ ધરાવતું અને 570.80 લાખના ખર્ચથી ARTO કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ ટુ તેમજ ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ARTO અંજારમાં કચ્છ જિલ્લાના 4 તાલુકા અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકના અરજદારોને મોટરવાહન તેમજ લાયસન્સને લગતી કામગીરી સુગમ્ય વ્યવસ્થા સાથે ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હજી પણ કાર્ય શરૂ કરવામાં ના આવતા અરજદારોને 50 કિલોમીટર દૂર ભુજ ધક્કા ખાવા પડી રહ્યા છે જેથી પૈસાની સાથે સાથે સમયનો પણ બગાડ થઈ રહ્યું છે.

અરજદારો માટે કોઈ પણ જાતની સુવિધાઓ નથી - આદિપુર, ગાંધીધામથી આવેલા અરજદારોએ જણાવ્યું હતું કે, અંજારમાં RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ ઓફિસે હજુ પણ કામગીરી શરૂ કરવામાં નથી આવી જેથી કરીને અહીંયા 50 કિલોમીટર દૂર ભુજ આવવું પડે છે. પરિણામે સમયની સાથે સાથે પૈસાનો પણ બગાડ થાય છે અને અહીં ભુજ આરટીઓ પર વહેલું બોલાવી લેવામાં આવે છે પરંતુ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે વારો મોડો આવે છે અને અહીં તડકામાં ઊભા રહેવું પડે છે અને હાલાકી ભોગવવી પડી રહી છે કોઈ પણ જાતની સુવિધાઓ નથી.

આ પણ વાંચોઃ કચ્છમાં RTO કચેરીમાં કામો કેમ છે પેન્ડિંગ, હવે ક્યારે થશે આટલી બધી અરજીઓનો નિકાલ

થોડા સમયમાં અંજારની RTO કચેરી કાર્યરત થશે - આ સમગ્ર બાબત અંગે RTO અધિકારી સી.ડી.પટેલનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે હજુ અંજારની RTO કચેરી ખાતે થોડું ઘણું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં જ અરજદારો લાયસન્સ, વાહન પસિંગ, ડ્રાઈવિંગ ટેસ્ટ વગેરેની સેવા પૂર્વ કચ્છ માં જ મેળવી શકશે જેથી કરીને તેમના સમય અને નાણાની બચત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.