ETV Bharat / state

કચ્છમાં RTO કચેરીમાં કામો કેમ છે પેન્ડિંગ, હવે ક્યારે થશે આટલી બધી અરજીઓનો નિકાલ

author img

By

Published : Jun 13, 2022, 9:37 PM IST

કચ્છમાં ભુજની RTO કચેરીમાં(RTO office of Bhuj in Kutch) લાયસન્સની પ્રિન્ટ ઘણા સમયથી અટકી પડ્યા(Print of License Stuck in Bhuj) છે. નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ, ડુપ્લીકેટ,સુધારા વધારાની અરજીઓના કામો પેન્ડિંગ પડ્યા રહ્યા છે. જે માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચાલો જાણીયે શું છે મૂળ કારણ અને કેટલા સમય થી આ પેન્ડિંગ કામો અટકી પડી રહેલા છે.

કચ્છમાં RTO કચેરીમાં કામો કેમ છે પેન્ડિંગ, હવે ક્યારે થશે આટલી બધી અરજીઓનો નિકાલ
કચ્છમાં RTO કચેરીમાં કામો કેમ છે પેન્ડિંગ, હવે ક્યારે થશે આટલી બધી અરજીઓનો નિકાલ

કચ્છ: નવા અને જૂના લાયસન્સમાં રીન્યુ(Old and New License Renew), ડુપ્લીકેટ, સુધારા વધારાની અરજીઓના લાયસન્સના(Amendment Additional Application License) કામ અટકી પડ્યા છે. કારણ કે, લાયસન્સ બનાવવા માટે જરૂરી ચિપનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લા દોઢ મહિનાથી ભુજની RTO કચેરીમાં 12 હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી(Print of License Stuck in Bhuj) પડી છે. અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.

જૂના લાયસન્સમાં રીન્યુ, ડુપ્લીકેટ,સુધારા વધારાની અરજીઓના કામો પેન્ડિંગ પડ્યા રહ્યા છે. જે માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Kutir Udyog Loan : રાજ્યમાં કુટિર ઉદ્યોગની લોન મેળવવાની અરજીઓ પૈકી 55 ટકા અરજદારોને લોન મળી નહીં

કચ્છમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત - કચ્છ મોટરિંગ પબ્લીક પ્રતિનિધિ મંડળના(Kutch Motoring Public Delegation) પ્રમુખ ઉમર સમાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 માસથી કચ્છમાં લાયસન્સના સ્માર્ટકાર્ડના જથ્થાની અછત(Licensed Smartcards Shortage in Kutch) છે. કંપનીનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા બાબતે રાજ્ય કક્ષાએ ચાલતી મથામણમાં અરજદારો અટવાઈ ગયા છે. ઉપરાંત સરકાર અરજદારો પાસેથી સ્માર્ટ કાર્ડ માટેના 200 રૂપિયા ફી લઇ રહી છે પરંતુ સરકાર પાસે જથ્થો જ નથી તો શા માટે ફી વસૂલવામાં આવી રહી છે.

ભુજ આરટીઓમાં 12 હજાર જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ - પોલીસ અને RTOની ડ્રાઇવ અને ચેકિંગ(RTO Drive and Checking) અવિરત ચાલુ હોય છે પણ અરજદારોને આરટીઓ કચેરીમાંથી પોસ્ટ મારફતે લાયસન્સ મળતા ન હોવાથી દંડનો ભોગ પણ બનતા હોય છે. છેલ્લા 6 મહિનાથી ભુજ આરટીઓમાં 12 હજાર જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ(License Applications Pending) પડી છે, સ્માર્ટકાર્ડના સ્ટોકના અભાવે પ્રિન્ટિંગ થઇ ન હોવાથી અરજદારોને લાયસન્સ પહોંચી શકયા નથી.

ભુજ આરટીઓમાં 12 હજાર જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ
ભુજ આરટીઓમાં 12 હજાર જેટલી લાયસન્સની અરજીઓ પેન્ડિંગ

સરકાર પાસે સ્માર્ટકાર્ડનો જથ્થો જ ના હોય તો ફીના વસૂલવી જોઈએ - ભુજની આરટીઓમાં લાયસન્સની 12 હજાર અરજીઓ પડતર પડી રહી છે, સ્માર્ટકાર્ડનો સ્ટોક આવતો ન હોવાથી પ્રિન્ટિંગ તેમજ પોસ્ટ મારફતે અરજદારોને લાયસન્સ મોકલી(License Operations are Pending) શકાતા નથી. જ્યારે સરકાર પાસે જથ્થો જ નથી સ્માર્ટકાર્ડનો તો સરકારે અરજદારે ભરેલ 200 રૂપિયાની ફી પાછી આપી દેવી જોઈએ, જ્યારે સરકાર અરજદારને સ્માર્ટકાર્ડ આપી શકે ત્યારે જ તેને અરજદાર પાસેથી 200 રૂપિયા ફી વસૂલવા જોઈએ.

આ પણ વાંચો: Scams in Vastral RTO: અમદાવાદના વસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે સરકારી તિજોરીના રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી 1.83 કરોડની ઉચાપત કરી

આવતા અઠવાડિયામાં સ્માર્ટ કાર્ડનો જેટલો સ્ટોક આવશે તે મુજબ અરજીઓનો નિકાલ કરાશે - આ સમગ્ર બાબત અંગે આરટીઓ અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો પરંતુ આરટીઓ કચેરીએથી મળતી માહિતી મુજબ હજુ એક અઠવાડિયા જેટલો સમય નીકળી જશે અને આવતા અઠવાડિયામાં સ્માર્ટ કાર્ડનો જેટલો સ્ટોક આવશે તે મુજબ અરજીઓનો નિકાલ કરી પોસ્ટ મારફતે લાયસન્સ અરજદારોને મોકલી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.