ETV Bharat / state

Gujarat Weather Today : રાજ્યમાં લઘુતમ પારો ગગડયો, 5 મહાનગરોમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું

author img

By

Published : Jan 10, 2022, 11:22 AM IST

સમગ્ર રાજ્યમાં આજે લઘુતમ તાપમાનનો(Weather of Gujarat Today) પારો ગગડયો છે. થોડા દિવસ પેલાં રાજ્યમાં કમોસમી માવઠું વરસતા હાલ તાપમાનમાં ઘટાડો નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી(Cold Temperature in Gujarat) છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઠંડા પવન ખુલ્લું વાતાવરણ પણ જોવા મળશે.

Weather of Gujarat Today : રાજ્યમાં લઘુતમ પારો ગગડયો, 5 મહાનગરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં
Weather of Gujarat Today : રાજ્યમાં લઘુતમ પારો ગગડયો, 5 મહાનગરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં

કચ્છઃ સમગ્ર રાજ્યમાં આજે લઘુતમ તાપમાનનો(Weather of Gujarat Today) પારો ગગડયો છે. થોડાક દિવસો અગાઉ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ(Unseasonal Rain in Gujarat) વરસ્યો હતો. કમોસમી માવઠું વરસતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી(Cold Temperature in Gujarat) ગઇ છે. આજે સવારથી જ ઠંડા પવનો ફુકાઈ રહ્યા છે. તો આગમી દિવસોમાં તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

કમોસમી વરસાદ નહીં વરસે

રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યું હતું અને આજનું લઘુતમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું. આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનની દિશા બદલાઈ જતા કમોસમી વરસાદ(Non Seasonal Rain in Gujarat) નહીં વરસે. ત્યારે આજે સવારથી સુરજના દર્શન થયા હતા અને ઠંડા પવન પણ અનુભવાયા હતા.

રાજ્યના 5 મહાનગરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં

હવામાન વિભાગ(Meteorological Department in Gujarat) દ્રારા મળતી માહિતી મુજબ આજે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, બરોડા જિલ્લામાં પણ લઘુતમ પારો સિંગલ ડિજિટમાં નોંધાયો હતો. રાજ્યમાં આજથી તાપમાન 3થી 5 ડિગ્રી ગગડશે આ ઉપરાંત રાજ્યમાં ઠંડીનું જોર(Cold weather in Gujarat) વધશે. તેમજ રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આજે કોલ્ડ વેવની અસર વર્તાશે તો અન્ય જિલ્લાઓમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.

આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

મહાનગરોતાપમાન
અમદાવાદ 9.3
ગાંધીનગર 7.0
રાજકોટ 9.7
સુરત 12.2
ભાવનગર 10.8
જૂનાગઢ 9.0
બરોડા 8.9
નલિયા 6.2
ભુજ 10.0
કંડલા 11.5

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.