ETV Bharat / state

winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

author img

By

Published : Dec 6, 2021, 12:39 PM IST

Updated : Dec 6, 2021, 1:54 PM IST

અરબી સમુદ્ર સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે ગુજરાતમાં માવઠાનું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે અચાનક ઠંડીનું(winter temperature in gujarat) પ્રમાણ વધી જતા લોકો ગરમ કપડાંની ખરીદી કરવા બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં તિબેટના શરણાર્થીઓ દ્વારા લગાવવામાં આવેલા ગરમ કપડાં બજારમાં(winter woolen market in Junagadh) મોટી સંખ્યામાં લોકોએ ગરમ કપડાંની(junagadh to get warm clothes winter season) ખરીદી કરતા જોવા મળ્યા હતા.

winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી
winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

  • માવઠાને કારણે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને લીધે ગરમ કપડાંની બજારમાં જોવા મળી ભારે ભીડ
  • ઠંડીનું પ્રમાણ વધતા લોકો ગરમ કપડાંની ખરીદી કરતા જોવા મળ્યા
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવમાં 20થી 30 ટકા સુધીનો જોવા મળ્યો વધારો

જૂનાગઢઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર પર માવઠાની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે દિવસના તાપમાનમાં અચાનક નોંધપાત્ર ઘટાડો જોવા(clothes winter season) મળ્યો હતો. જેને કારણે લોકોને શિયાળાની ગુલાબી ઠંડીનો(winter temperature in gujarat) સામનો કરવો પડ્યો હતો. ઠંડીથી રક્ષણ મળે તે માટે લોકો ગરમ કપડાંની ખરીદી તરફ વળ્યા છે.

winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ગરમ કપડાંની બજાર લોકો ઉત્સાહ ભરે ખરીદી કરે છે

વર્ષોથી જૂનાગઢમાં તિબેટી શરણાર્થીઓ દ્વારા લગાવવામાં આવતા ગરમ કપડાં બજારમાં મોટી સંખ્યામાં લોકો(winter woolen market in Junagadh) રવિવારે ઉમટી પડ્યા હતા. પાછલા એક વર્ષથી કોરોના સંક્રમણને કારણે તિબેટના શરણાર્થીઓ ગરમ કપડાના(warm clothes clothes) વેચાણ માટે જૂનાગઢ આવતા ન હતા. પરંતુ રવિવારે બીજા વર્ષે તિબેટના શરણાર્થીઓ ફરી એક વખત જુનાગઢ આવતા ગરમ કપડાંની ખરીદી માટે લોકો લાઈન લગાવતા જોવા મળ્યા હતા.

પાછલા વર્ષની સરખામણીએ બજાર ભાવમાં 20થી 30 ટકા સુધીનો જોવા મળ્યો વધારો

ગરમ કપડાની બજાર પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે બજાર ભાવમાં 20ટકાથી 30ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ સ્વેટર અને ગરમ કપડાની ગુણવત્તાને(sweaters and warm clothes winter season) ધ્યાને લઇને ભાવ વધારો ગ્રાહકોને અનુકૂળ આવતો હોય તે મુજબ લોકો મુક્ત મને ગરમ કપડાંની ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા. બે વર્ષ બાદ ફરી એક વખત ગરમ કપડાનું બજાર અને તે પણ તિબેટના વેપારીઓ દ્વારા લગાવવામાં આવેલા બજારને જૂનાગઢના લોકો ખૂબ જ આવકારી રહ્યા છે.

વેપારી અને ગ્રાહકોમાં ભારે ઉપ્સાહ જોવા મળી રહ્યો

આ ઉપરાંત વેપાર માટે આપેલા તિબેટના વેપારીઓ પણ ગ્રાહકોના(Warm clothing merchant)સારા અને ઉત્સાહજનક પ્રતિભાવોને વધાવી રહ્યા છે. અને જણાવી રહ્યા છે કે તેમને ત્યાં ગુણવત્તા યુક્ત ગરમ કપડાં મળી રહ્યા છે. જે ગ્રાહકોની પહેલી પસંદ બની રહ્યા છે જેને કારણે ગ્રાહકો મોટા(junagadh to get warm clothes winter season) પ્રમાણમાં આવીને ગરમ કપડાં અને સ્વેટરની ખરીદી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Winter Season Market : ઠંડી વધતા જ સ્વેટર માર્કેટમાં ગરમાવો આવ્યો

આ પણ વાંચોઃ Winter Special Food : જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે

Last Updated :Dec 6, 2021, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.