ભુજના જતીન ચૌધરીએ 22,500 ફિટ ઊંચા અમા ડબ્લમ શિખર સર કર્યું

author img

By

Published : Nov 20, 2021, 6:15 PM IST

ભુજના જતીન ચૌધરીએ 22,500 ફિટ ઊંચા અમા ડબ્લમ શિખર સર કર્યું

મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતું કાર્ય ભુજનો યુવા જતિન ચૌધરીએ હાલમાં જ હિમાલય પર્વતમાળાનો સૌથી કઠિન પર્વત અમા ડબ્લમ (ama dablam peak)સર કરીને સાબિત કરી બતાવ્યું છે. પર્વતારોહકો(Mountaineers Jatin Chaudhary of Bhuj)માટે પડકારરૂપ લેવાતું અતિ-કઠિન શિખર અમા ડબ્લમ જેની ઉંચાઈ(height of the ama dablam) 22,500 ફિટ છે. આ શિખરને સર કરીને ગુજરાતનું નામ કચ્છી તરીકે રોશન કર્યું છે.

  • ભુજના પર્વતારોહક જતીન ચૌધરીએ અમા ડબ્લમ શિખર સર કર્યું
  • 22,500 ફિટ પર ચડાણ કરીને કચ્છનું નામ રોશન કર્યું
  • 5 એપ્રિલના માઉન્ટ એવરેસ્ટ સર કરવા જશે

કચ્છ: વ્યવસાયે એક આંતરાષ્ટ્રીય કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતા જતિન ચૌધરીએ(Kutch Jatin Chaudhary Mountaineering)આ પર્વતારોહણ કરવા પોતાની નોકરી છોડીને તૈયારીઓ શરૂ કરી હતી. બાળપણમાં ભુજીયો, ટપકેશ્વરી અને કાળો ડુંગર જેવા કચ્છના પર્વતો પર ચઢાઈ કરનાર આ યુવાન હિમાલય પર્વતમાળાનો(himalayan range length)સૌથી કઠિન પર્વત અમા ડબ્લમ સર(ama dablam peak) કરનાર પ્રથમ કચ્છી બન્યો છે.

દરેક પર્વતારોહકોનું સપનું પડકારરૂપ પર્વત સર કરવાનું હોય છે

હિમાલય પર્વતારોહણ(himalayan peaks) સાહસિકો માટે પડકારરૂપ હોવાથી દુનિયાભરના પર્વતારોહકો તેના શિખરને સર કરવા થનગનતા હોય છે, તેમા સફળતા મેળવનાર સાહસિકોનું જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયી બનતું હોય છે. અને અનેક યુવાનો આ હિમાલયના શિખરો(himalayan mountains length)ને સર કરવાનો આ પડકાર ઝીલવા માટે સ્વપ્નો જોતા હોય છે એમાં કેટલાકને સફળતા પણ મળે છે.

22,500 ફિટ ચડીને ગુજરાત તેમજ કચ્છનું નામ રોશન કર્યું

ભુજના નિવૃત્ત PSI રામસિંહ ચૌધરીના પર્વતારોહક પુત્ર જતીન ચૌધરી 42 વર્ષની ઉંમરે, પર્વતારોહકો માટે પડકારરૂપ દેખાતું અતિ-કઠિન શિખર અમા ડબ્લમ જેની ઉંચાઈ 22,500 ફિટ છે આ શિખરને સર કરીને ગુજરાતનું નામ કચ્છી તરીકે આખા પર્વતારોહણના ઇતિહાસમાં ભારતમાં રોશન કર્યું છે.

ભુજના જતીન ચૌધરીએ 22,500 ફિટ ઊંચા અમા ડબ્લમ શિખર સર કર્યું

જતીને 21 હજાર ફીટ અજય શિખર લોબ્યુસ પણ સર કર્યો

જતીન ચૌધરીએ હિમાલયમાં ટ્રેકિંગ અને પર્વતારોહણના શોખને જીવનમંત્ર બનાવી, યુવાન સાહસિકો માટે પડકારરૂપ કહી શકાય તેવો અજય શિખર લોબ્યુસ જેની ઊંચાઈ 21 હજાર ફીટ છે તેને પણ સર કરી પર્વતારોહણ ક્ષેત્રે કચ્છનું નામ રોશન કરેલ છે. આમ, તેણે બે શિખરો સર કર્યા છે, જે કચ્છ માટે ગર્વની વાત છે.

આત્મવિશ્વાસના બળે 22,500 ફિટની ઊંચાઈએ વિજય મેળવ્યો

આબુની પ્રખ્યાત પર્વતારોહણની શાખાની પ્રાથમિક ટ્રેનિંગથી લઇ હિમાલયમાં પહોંચી હિમાલયના અઘરા ટ્રેક કરવાની આદત થતાં, પર્વતારોહણની ટેકનીકલ તાલીમ લીધા સિવાય આત્મવિશ્વાસના બળે 22,500 ફિટની ઊંચાઈએ વિજય મેળવ્યો. આ વર્ષની બેચમા 41 જેટલા વિદેશથી પર્વતારોહકોમાં એક પણ ભારતીય જતીન સિવાય ન હતા.

નાનપણથી જ પર્વતારોહણનો શોખ

ETV Bharat સાથે વાતચીત કરતાં જતીન ચૌધરીએ જણાવ્યું હતું કે, નાનપણથી જ પહાડો પર ટ્રેકિંગ કરવાનો શોખ હતો અને આ શોખને ધીમે ધીમે આગળ વધારવો જોઈએ. અને વચ્ચે એવું બન્યું કે પહાડો પર ચડવાનું બંધ થઈ ગયું પરંતુ પહાડી વિસ્તારોમાં બાઈક વડે સવારી કરતો, હિમાલય, લદાખ, નીલગીરી, કેરેલા, સહ્યાદ્રિ વગેરે જગ્યાએ બાઈકિંગ કર્યું છે પણ હવે પાછું પહાડો પર ચડવાનું મન થયું અને નોકરી છોડીને પર્વતારોહણ શરૂ કર્યું. હિમાલયન કંપની સાથે વાત કરીને અમા ડબ્લમ પહાડ(ama dablam mountain) ચડવા માટે ફેમિલી પાસે મજૂરી માંગીને પૂરા જોશ સાથે સર કર્યું.

પહાડ પર માયનસ 32થી 35 જેટલો તાપમાન

અમા ડબ્લમ પહાડ ટેકનિકલી ઘણો જ અઘરો છે ત્યાંનો તાપમાન(ama double temperature mountain) માયનસ 32થી 35 જેટલો રહેતું હોય છે, આટલા લઘુતમ તાપમાનમાં પહાડ પર ચડવું પડકારરૂપ હોય છે. મારી સાથે અન્ય 4 લોકો હતા જેમાં એક તિબેટથી એક યુએસથી, એક ઓસ્ટ્રેલિયાથી, એક કુવૈતથી અને એક રશિયાથી પણ પર્વતારોહણ કરવા માટે આવ્યા હતાં. કુવૈતના સાથે સિવાય તમામ લોકોએ શિખર સર કર્યું. આ ઉપરાંત આ ચડાણ દરમિયાન 5 હેલિકોપ્ટર રેસ્ક્યું પણ જોયા ત્યારે થોડો આત્મ વિશ્વાસ ઓછો થયો હતો અને બંને બાજુ 2000 ફૂટ જેટલા ઊંડા ખાડા જોઈને પણ થોડો આત્મ વિશ્વાસ દગાઈ જાય પરંતુ ફરી પોતાની જાતને પ્રોત્સાહિત કરીને ડર પર વિજય મેળવ્યો હતો. કચ્છની યુવાપેઢી ધારેતો હિમાલયના કોઈપણ શિખરને સર કરવાની ક્ષમતા કચ્છમાં રહીને, કચ્છમાં ટ્રેકીંગ કરીને ફતેહ મેળવી શકે તેવી છે. આપણા પ્રદેશની ક્ષમતાનો લાભ લેવા સાહસ-સંદેશ છે.

5 એપ્રિલના માઉન્ટ એવરેસ્ટ સર કરવા જશે

જતીન ચૌધરીએ અંતમાં જણાવ્યું હતું કે, હવે આગામી સમયમાં મને બરફ પર ચડવાની તાલીમ લેવાની જરૂર છે માટે કોરનાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લઈશ અને ત્યાર બાદ જેમ દરેક પર્વતારોહણનો સ્વપ્ન હોય છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો એવી જ રીતે હું 5 એપ્રિલના માઉન્ટ એવરેસ્ટ(Mount Everest) સર કરવા જઈશ.

આ પણ વાંચોઃ ભારતે લદ્દાખમાં વિશ્વનો સૌથી ઉંચો રોડ બનાવ્યો, કયા દેશનો રેકોર્ડ તોડ્યો? જુઓ

આ પણ વાંચોઃ માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યો કોરોના, એક પર્વતરોહક થયો કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.