ETV Bharat / state

આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી પરિવર્તન યાત્રા શરૂ, પક્ષની વિચારધારા સાથે નેતા મતઅપીલ કરશે

author img

By

Published : May 15, 2022, 10:49 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નો માહોલ બની રહ્યો છે. દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્લાનિંગ કરી લોકલક્ષી મુદ્દાઓ લઈને નાગરિકોના ઘર (Vote Appeal by AAP) સુધી પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતે (AAP Parivartan Yatra 2022) સોમનાથથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી દીધી છે. જેમાં આ પરિવર્તન યાત્રા દરેક વિધાનસભા બેઠકની મુલાકાત કરીને પ્રજાને મતઅપીલ કરશે.

આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી પરિવર્તન યાત્રા શરૂ,પક્ષની વિચારધારા સાથે નેતા મતઅપીલ કરશે.
આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી પરિવર્તન યાત્રા શરૂ,પક્ષની વિચારધારા સાથે નેતા મતઅપીલ કરશે.

સોમનાથ: આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રવિવારથી રાજ્યના છ અલગ અલગ સ્થળો પરથી પરિવર્તન યાત્રા (AAP Parivartan Yatra) શરૂ કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat) તરફથી શરૂ કરાયેલી પરિવર્તન યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ (AAP Gopal Italia AAP) સોમનાથથી કરાવી હતી. આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનોની હાજરીમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી આ પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી પરિવર્તન યાત્રા શરૂ,પક્ષની વિચારધારા સાથે નેતા મતઅપીલ કરશે.

આ પણ વાંચો: અધ્યાપકો ભાજપમાં જોડાયાં : અધ્યાપકો ભાજપ પાસેથી ભણશે રાજનીતિના પાઠ, જૂઓ કોણ કોણ જોડાયાં

પ્રચારનું રણશિંગુ ફૂંક્યું: આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને ગીર સોમનાથ જિલ્લામાં ધીમે ધીમે રાજકીય માહોલ બની રહ્યો છે. નેતાઓ સોમનાથ દર્શન કરીને રાજકીય આયોજન અનુસાર પગલાં ભરી રહ્યા છે. આગામી ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલી આમ આદમી પાર્ટીએ સોમનાથથી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ સહિતના આગેવાનો તરફથી રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને પરિવર્તન યાત્રાની શરૂઆત કરાઈ હતી. સોમનાથ આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રથમ જ્યોર્તિલિંગના દર્શન કરી, જળાભિષેક કરી પ્રચાર અભિયાનનો આરંભ કરી દીધો છે.

આ પણ વાંચો: Gujarat Cabinet Meeting: રાજ્ય સરકારે કેબિનેટમાં કર્યા મહત્વના નિર્ણય, જાણો એક ક્લિક પર

દરેક વિધાનસભા ક્ષેત્રમાં જશે: સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુત્રાપાડા થઈને જુદા જુદા વિધાનસભા વિસ્તારમાં ફરીને પક્ષનો પ્રચાર કરશે અને નેતા મત અપીલ કરશે. માત્ર સોમનાથ જ નહીં દેવભૂમિ દ્વારકાથી પણ આ પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે. રાજ્યના છ જુદા જુદા સ્થળેથી આ પરિવર્તન યાત્રા જુદી જુદી બેઠક પર ફરીને પ્રજાને મત અપીલ કરશે. મતદારોનો સંપર્ક કરીને પક્ષ તેના લોકલક્ષી મુદ્દાઓની છણાવટ કરશે.આ સાથે આ પદયાત્રા દરમિયાન ચર્ચા વિચારણા કરશે. પક્ષના એજન્ડા અનુસાર તે વિધાનસભાના વિસ્તારમાં આવતા દરેક લોકો સુધી પહોંચશે. આમ આદમી પાર્ટી એવું માને છે કે, આ પરિવર્તન યાત્રાનો સીધો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં થઈ શકે છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પક્ષના નેતાઓ પ્રવિણ રામ મનિષાબેન ખૂટ ચેતન ગજેરા સહિત આગેવાનો સોમનાથથી આ પરિવર્તન યોજનામાં જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.