ETV Bharat / state

Govt Job issue: સામાજિક ન્યાય વિભાગનો પરિપત્ર વિવાદ વકર્યો, દિવ્યાંગો પરીક્ષામાં પાસ હોવા છતાં બન્યા લાચાર

author img

By

Published : Aug 15, 2023, 5:25 PM IST

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા તલાટીની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં કુલ 250 જેટલા દિવ્યાંગો માટેની ભરતી કરવાની કામગીરી પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં 300 જેટલા ઉમેદવારોને પ્રોવિઝનલ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ મેડિકલ માટે સત્તાવાર મેલ કરેલ ઉમેદવારોને 24 કલાકમાં જ મેડિકલ નહીં કરાવાની સૂચના બાદ પ્રોવિઝનલ લિસ્ટમાંથી બાકાત રાખી દેવામાં આવ્યા છે. વાંચો સમગ્ર મામલો

પરિપત્રના વિવાદથી અવઢવમાં દિવ્યાંગો
પરિપત્રના વિવાદથી અવઢવમાં દિવ્યાંગો

દિવ્યાંગ ઉમેદવારોની મુંઝવણ

ગાંધીનગર: રાજ્ય સરકારની નોકરી માટેની પરીક્ષામાં દિવ્યાંગ નાગરિકોને અનામત આપવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા તલાટીની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં કુલ 250 જેટલા દિવ્યાંગો માટેની ભરતી કરવાની કામગીરી પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં 300 જેટલા ઉમેદવારોને પ્રોવિઝનલ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ મેડિકલ માટે સત્તાવાર મેલ કરેલ ઉમેદવારોને 24 કલાકમાં જ મેડિકલ નહીં કરાવાની સૂચના બાદ પ્રોવિઝનલ લિસ્ટમાંથી બાકાત રાખી દેવામાં આવ્યા છે.

ઉમેદવારોનો આક્ષેપઃ જ્યારે સામાજિક ન્યાય વિભાગ દ્વારા જે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો છતાં પણ પંચાયત વિભાગ દ્વારા ઠરાવનો ઉલ્લંઘન કર્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.

તલાટીની ભરતીમાં પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં મારૂ નામ હતું, ત્યારબાદ વિભાગ દ્વારા બન્ને હાથ અને બન્ને પગમાં શરીરિક ખામી હશે તો પહેલા મેડિકલ કરવવું પડશે તેવો મેલ કરવામાં આવ્યો હતો, પણ મેડિકલ ટેસ્ટ કરવા જઈએ પણ તે પહેલાં જ ફરી વિભાગ દ્વારા મેડિકલ ન કરવાનો સત્તાવાર મેલ આવ્યો હતો. ત્યારબાદ ફાઇનલ લિસ્ટ જાહેર થતા 24 જેટલા ઉમેદવારોના નામ ફાઇનલ લિસ્ટમાં ન હોવાથી આજે વિભાગને રૂબરૂ મળી ને રજુઆત કરવામાં આવી હતી...ભરત પટેલ (દિવ્યાંગ ઉમેદવાર)

મેં તલાટીની પરીક્ષા આપી હતી પ્રોવિઝન લિસ્ટમાં મારું નામ પણ આવ્યું હતું અને વિભાગ દ્વારા મને મેડિકલ ટેસ્ટ માટે કેહવામાં આવ્યું હતું. વેરિફિકેશન માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 24 કલાક પછી જ મેલ આવ્યો કે મેડિકલ ચેક અપ કેન્સલ કર્યું છે...ઋત્વિક ઝાસોલિયા (દિવ્યાંગ ઉમેદવાર

દિવ્યાંગ ભરતી બાબતે કોઈ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને કોઇ ઉમેદવારોને નુકસાન થાય તેવું કરવામાં આવ્યું નથી, જ્યારે સામાજિક ન્યાય વિભાગ દ્વારા દિવ્યાંગ ભરતી માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો જે નિયમ પ્રમાણે કોઈ પણ વિભાગની ભરતી જાહેર થયા બાદ તે લાગુ ના પડી શકે જેથી આ ઠરાવ નો પંચાયત બોર્ડ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી...હસમુખ પટેલ (ઈન્ચાર્જ અધ્યક્ષ, પંચાયત પસંદગી બોર્ડ)

કોર્ટના હુકમનું થયું છે પાલનઃ આ જાહેરાત પડી તે પછી સામાજિક ન્યાય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જે ઉમેદવારો BA, BL જેવા ઉમેદવારો કામ કરી શકે તેઓ ડોક્ટર પાસેથી પ્રમાણપત્ર મળે તો તેઓને માન્ય ગણવા.આ જાહેરાત થયા પછી આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ પદ્ધતિમાં પણ આ પરિપત્ર લાગુ પડશે તેવું પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું હતું. આ માટે જ આવા ઉમેદવારોને ઈ મેલ કરીને મેડિકલ માટેની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે આ પરિપત્ર ભરતીની જાહેરાત થયા પછીનો છે તેથી આ પ્રકારના જે ઉમેદવારો છે જો એ ખોટી રીતે અરજી કરી હતી અને જો માન્ય થયા હતા જ્યારે ભરતી જાહેર થયા પછી પછીના નિયમો બદલી શકાય નહીં તેવા પણ કોર્ટના હુકમો છે. જેથી સામાન્ય વહીવટી વિભાગનું ધ્યાન દોર્યું અને વિભાગના અનુસાર જ ઉમેદવારોને ફરી મેડિકલ ચેક અપ હાજર ન રહેવાનો મેલ કરવામાં આવ્યો હતો. આમ આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયિક રીતે જ કરવામાં આવી છે.

  1. Gandhinagar News: GPSC દ્વારા આજે સત્તાવાર રીતે કુલ 388 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે
  2. સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત સમાપ્ત, જાણો આ વર્ગને થશે મોટું નુકસાન...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.