ETV Bharat / snippets

મહારાષ્ટ્રના થાણેની ડોંબિવલી સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં આગ, 8ના મોત,64ને ઈજા

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 7:30 AM IST

કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી
કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી (Etv Bharat)

થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 64 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે આ ઘટના ડોમ્બિવલી MIDC વિસ્તારના ફેઝ-2 સ્થિત કેમિકલ ફેક્ટરીમાં બની હતી. આગ લાગવાના કારણે વિસ્ફોટ બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે આ ઘટનામાં જીવ ગુમાવેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.