ETV Bharat / state

Gandhinagar News: GPSC દ્વારા આજે સત્તાવાર રીતે કુલ 388 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે

author img

By

Published : Aug 15, 2023, 1:36 PM IST

GPSC દ્વારા ભરતી બહાર પડાઈ
GPSC દ્વારા ભરતી બહાર પડાઈ

GPSC દ્વારા આજે સત્તાવાર રીતે કુલ 388 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. જેમાં DYSP પદ માટે 24, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 2 પદ માટે 01,798, સચિવાલયમાં સેક્શન અધિકારી પદ માટે 25 અને રાજ્ય વેરા અધિકારી પદ માટે 67, અન્ય અધિકારી પદ માટે 28 જગ્યા અને લઘુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ 3 પદ માટે 44 જગ્યાઓનો સમાવેશ થાય છે. શા માટે ઝડપથી ભરતીની જાહેરાત થતી નથી, કેમ જલ્દી સરકારી નોકરી મળતી નથી વાંચો સમગ્ર અહેવાલ

ગાંધીનગર : ગુજરાતમાં અનેક સરકારી વિભાગમાં કલાસ 1 અને 2 પદ ખાલી પડ્યા છે. તે અનુસંધાને GPSC દ્વારા આજે સત્તાવાર રીતે કુલ 388 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. જેમાં DYSP પદ માટે 24, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 2 પદ માટે 01,798, સચિવાલયમાં સેક્શન અધિકારી પદ માટે 25 અને રાજ્ય વેરા અધિકારી પદ માટે 67, અન્ય અધિકારી પદ માટે 28 જગ્યા અને લઘુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ 3 પદ માટે 44 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી હજારોની સંખ્યામાં ભરતી બાકી છે ત્યારે સરકારે ફક્ત ગણતરીની જ જગ્યાઓ પર જાહેરાત કરી છે.

GPSCના 62મો એહવાલઃ ગુજરાત સરકારમાં અનેક સરકારી જગ્યાઓ ખાલી છે અને વિધાનસભા ગૃહમાં પણ ખાલી જગ્યાઓ હોવાનું સૌ કોઈ જાણે છે. આવા સમયે વિધાનસભાની અંદર જ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીનો 62મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારમાં અનેક વિભાગોમાં સમયસર ભરતી થતું હોવાનું કારણ પણ લેખિતમાં અપાયું છે. જેમાં સરકારના મોટાભાગના વિભાગોનો ઉદાસીન વલણ અને આયોગને નિયત સમયગાળાની માહિતી પૂરી પાડવામાં આવતી ન હોવાની ગંભીર નોંધ જીપીએસસીએ લીધી છે. જ્યારે સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે અને કોંગ્રેસે કરેલા પ્રશ્નોના જવાબ પ્રમાણે રાજ્યમાં કુલ 2,70,922 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે.

ભરતી થવાની છે તે પદની યાદી
ભરતી થવાની છે તે પદની યાદી

હંગામી નિમણુંકને પરિણામે નિયમિત માંગણી પત્રકો નથી મળતા: GPSCએ 62મા વાર્ષિક અહેવાલમાં ટીપ્પણી કરી છે કે કેટલાક કિસ્સામાં હંગામી નિમણુંક નિયત એક વર્ષની સમય મર્યાદા કરતા વધુ સમય સુધી ચાલુ રહે છે. આવી જગ્યા ઉપર નિયમિત ઉમેદવારોની પસંદગી થાય તે માટેના માંગણી પત્રકો આયોગને સમયસર પ્રાપ્ત થતા નથી. જેથી હંગામી નિમણુંકો મર્યાદિત કરવામાં આવે તથા હંગામી નિમણૂકોની નિયમિતતા માટે આયોગ સાથે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે. આ ઉપરાંત રાજ્ય સરકારે દ્વારા જે તે કર્મચારીને વધુમાં વધુ 12 માસની મુદત માટે હંગામી નિમણૂક સરકારે આપી શકે છે અને દર ત્રણ માસ પૂરા થાય તે પછીના માસની 20 તારીખ સુધીમાં આવી નિમણૂકની માહિતી આયોગને મળી જાય તે રીતે મોકલવાની સૂચના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ વિભાગોને આપવામાં આવી છે. તેમ છતાં પણ વિભાગો દ્વારા આવી માહિતી સમયસર મોકલવામાં આવતી નથી અથવા તો અમુક વિભાગો બિલકુલ મોકલતા જ નથી.

830 ઉમેદવારોએ GPSC પરીક્ષા પાસ કરી પણ નોકરી નહીંઃ જીપીએસસીએ જ જાહેરાત કરી છે કે કુલ 830 જેટલા ઉમેદવારોએ જીપીએસસી પરીક્ષા પાસ કરી અને આયોગે સરકારને ભલામણ કર્યા બાદ 6 માસથી વધુ સમય વીતેલ હોવા છતાં પણ સરકાર દ્વારા નિમણુંક આપવાની બાકી છે એટલે કે 830 જેટલા ઉમેદવારોને હજી સુધી સરકારી નોકરી પ્રાપ્ત થઈ નથી. જેમાં શિક્ષણ વિભાગમાં 04, ઊર્જા પેટ્રોકેમિકલમાં 03, નાણા વિભાગમાં 49, વન પર્યાવરણમાં 30, સામાન્ય વહીવટી વિભાગમાં 329, આરોગ્ય વિભાગ માં 142, ગૃહ વિભાગમાં 60, માર્ગ મકાન વિભાગમાં 11, કાયદા વિભાગમાં 169 જેટલી જગ્યાઓ માં આયોગની ભલામણો હોવા છતાં પણ સરકારી નિમણૂક આપી નથી.

ખાલી પદો પર ભરતી સંદર્ભે GPSCનું સરકારને સૂચનઃ રાજ્યમાં ખાલી પડેલ જગ્યા બાબતે જે તે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે બાબતે પણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સરકારને ખાસ સુચન કરવામાં આવ્યું છે. જેમાં આયોગ લેખિતમાં જણાવ્યું છે કે આયોગનું અવલોકન છે કે સચિવાલયના વિભાગો તરફથી મળતી દરખાસ્ત પ્રમાણે ખાલી જગ્યાઓ પડે ત્યારબાદ જ પસંદગી યાદીઓ બનાવવાની કાર્યવાહી હાથ ધરે છે જે નિયમો અનુસાર જણાતું નથી. તેથી આયોગ એક વર્ષમાં ખાલી પડનાર જગ્યાઓને ગણતરીમાં લઈને અગાઉથી જ પસંદગી યાદી બનાવવામાં આવે તેવી અપેક્ષા રાખે છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ 24 ફેબ્રુઆરીએ મુખ્યપ્રધાન હસ્તકના GADને પ્રશ્ન કર્યો હતો જેમાં વય મર્યાદા બાદ કેટલા અધિકારીઓ કરાર પર ફરજ પર છે ? જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે 31-01-2023ની છેલ્લી પરિસ્થિતિએ સચિવાલયના સામાન્ય વહીવટી વિભાગમાં કરાર પર 27 કર્મચારીઓને નિમણૂક કરવામાં છે. જે મુજબ હાલમાં ત્રણ અધિકારીઓ જેવા કે અશોક માણેક, પી.ડી મોદી અને જે.કે. ખંભાતી અધિકારીઓની સેવા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 25 જેટલા અધિકારીઓ કે જેઓ સચિવ, નાયબ સચિવ, સચિવ સ્ટેનોગ્રાફર, સેક્શન અધિકારી અને નાયબ સક્ષમ અધિકારી કક્ષાના અધિકારીઓને વયની વૃદ્ધિ થયા હોવા છતાં પણ સરકારી કરાર આધારિત પુન:નિમણુંક કરીને તેમની પાસેથી સેવા લઈ રહ્યા છે. જ્યારે હવે સરકાર દ્વારા આ તમામ કરાર આધારિત અને પુન:નિમણુંક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં ઓફીસ બહારનો રસ્તો બતાવવાનું આયોજનની સૂત્રો તરફથી માહીતી પ્રાપ્ત થઈ રહી છે.

  1. Government Job Recruitment : સરકારના વિભાગોમાં ભરતી સમયસર કેમ નથી થતી? જીપીએસસીએ ઊભરો ઠાલવ્યો
  2. GPSC દ્વારા સરકારી નોકરી માટે 1203 જગ્યાની જાહેરાત કરાઈ, પરિણામ નવેમ્બર 2021 મા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.