ETV Bharat / state

રાજ્યમાં ખાતરનો સ્ટોક નહિવત હોવાના મેસેજ શરૂ થતા, ખેતી નિયામકે કર્યો ખુલાસો

author img

By

Published : Dec 19, 2022, 6:18 PM IST

રાજ્યમાં ખાતરનો સ્ટોક નહિવત હોવાના મેસેજ શરૂ થતા, ખેતી નિયામકે કર્યો ખુલાસો
રાજ્યમાં ખાતરનો સ્ટોક નહિવત હોવાના મેસેજ શરૂ થતા, ખેતી નિયામકે કર્યો ખુલાસો

રાજ્યમાં યુરિયા ખાતરને પુરતા પ્રમાણ ન હોય તેવા મેસેજ ફરી રહ્યા હતા. જેને લઈને રાજ્યમાં ખેડૂતોને ચિંતાના વાદળો ખેરાઈ રહ્યા હતા. ત્યારે કૃષિ વિભાગના (Directorate Of Agriculture Gujarat) ખેતી નિયામકે જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ટ્રાન્સપોર્ટેશનમાં યુરિયા ખાતરને પહોંચવા માટે એકથી બે દિવસનો સમયગાળો જતો હોય છે. (Urea fertilizer in Gujarat)

ખેતી નિયામકે કહ્યું, ખાતરને લઈને ખોટા મેસેજમાં ભરમાશો નહીં

ગાંધીનગર : રાજ્યના અનેક જિલ્લામાં યુરિયા ખાતરનો સ્ટોક ઓછો અને નહિવત હોવાના (Gujarat Urea fertilizer) મેસેજ શરૂ થયા છે અને રાજ્યના ખેડૂતો બેબાકળા બન્યા છે, ત્યારે ખેડૂતો યુરિયા ખાતના વેચાણ કેન્દ્રો પર લાંબી લાઈનો લગાવીને હેરાન પરેશાન થઈ રહ્યા છે એ સમગ્ર ઘટના રાજ્ય સરકારને સામે આવતા કૃષિ વિભાગના ખેતી નિયામકે જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે ખેડૂતોએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે વિદેશથી પણ પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ભારતમાં આવી રહ્યું છે.(Directorate Of Agriculture Gujarat)

કેન્દ્ર સરકાર આપ્યો છે જથ્થો ખેતી નિયામક એસ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, DAP (DAP fertilizer) અને NPKનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલો છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરિયાત હોય, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી, ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, DAP. 2.50 લાખ મે.ટન, NPK 2.85 લાખ મે.ટન તેમજ MOP 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે. (urea fertilizer price)

આ પણ વાંચો જગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો, પોલીસે પકડ્યો જથ્થો

કેવી રીતે અછતના મેસેજ વાયરલ થાય છે ? ખેતી નિયામક એસ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, યુરિયા ખાતરના વેચાણ દરમિયાન અને ખેડૂતો આવ્યા હોય છે, પરંતુ જેટલો સ્ટોક જે તે કેન્દ્ર ઉપર અને સેન્ટર પર હોય તેટલો વેચાયા બાદ બીજા દિવસે ખેડૂતો ફરીથી યુરિયા ખાતરની ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશનમાં યુરિયા ખાતરને પહોંચવા માટે એકથી બે દિવસનો સમયગાળો જતો હોય છે. એક દિવસ અથવા તો બે દિવસ માટે યુરિયા ખાતર જે તે સેન્ટર પર ન પહોંચે તેવા સમયમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતો ન હોવાના મેસેજ વાયરલ થાય છે જે ખોટા છે, પરંતુ અમે જેટલી માંગ હોય છે તે માંગ પ્રમાણે યુરીયાનો જથ્થો આપવામાં આવે છે. (Gujarat Director Agriculture)

આ પણ વાંચો ઓછા પાણીમાં સારો પાક, ઇઝરાયલમાં ખેતીનું માર્ગદર્શન લઈ આવેલા બાગાયત અધિકારી શું કહ્યું જૂઓ

ડિસેમ્બર માસમાં કેટલો જથ્થો ઉપલબ્ધ ? રવી ઋતુમાં ડિસેમ્બર માસ (urea fertilizer price list) સુધીની યુરિયાની 7.50 લાખ મે.ટન જરૂરિયાત સામે 8.71 લાખ મે.ટન, DAP 1.80 લાખ મે.ટન સામે 2.49 લાખ મે.ટન, NPK. 1.87 લાખ મે.ટન (NPK fertilizer) સામે 2.66 લાખ મે.ટન તથા MOP 46 હજાર મે. ટન સામે 50 હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે. રાજ્યમાં હાલમાં 1.98 લાખ મે.ટન યુરિયા, 43 હજાર મે.ટન DAP, 97 હજાર મે.ટન NPK તથા 25 હજાર મે.ટન MOPનો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ ખાતર કંપનીઓ દ્વારા નિયમિત ધોરણે રેલવે તેમજ રોડ મારફતે ખાતર સપ્લાય ચાલુ છે. ખેડૂતોને રાજ્યમાં સમયાંતરે જરૂર મુજબ ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું ચોક્કસ આયોજન કર્યું છે. (Urea fertilizer in Gujarat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.