ETV Bharat / state

જગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો, પોલીસે પકડ્યો જથ્થો

author img

By

Published : Dec 17, 2022, 12:54 PM IST

ખેડૂતો પાકના ભાવ ન મળતા જાણે (bhavnagar marijuana) અસંતોષી જોવા મળી રહી છે. ભાવનગરમાં પંથકમાં ખેડૂતની વાડીમાંથી SOG પોલીસએ 17,55,900 ની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે. ખેડૂતએ ખેતીની (farming of marijuana) સાથે ગાંજાનું નાનું વાવેતર (marijuana in Bhavnagar ) પણ કર્યું હતું.

જગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો, પોલીસે પકડ્યો જથ્થો
જગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો, પોલીસે પકડ્યો જથ્થો

જગતનો તાત ખેતીના બદલે નશીલા પદાર્થની ખેતીમાં લાગ્યો

ભાવનગર ખેડૂતોની પાકના ભાવ ન (bhavnagar marijuana) મળવાના કારણે હાલાત કફોડી બની છે. જેના કારણે ખેડૂતો નવા રસ્તા તરફ વળ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે ભાવનગરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂત પાકની જગ્યા પર નશીલા પદાર્થની (farming of marijuana) ખેતીમાં લાગ્યો હતો. ભાવનગર SOGએ કોથળા ભરાયા તેટલો લીલો ગાંજો(marijuana in Bhavnagar ) પકડી પાડ્યો છે.

નશીલા પદાર્થની ખેતી ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ત્યારે રાત દિવસ કાળી મજૂરી કરતા ખેડૂતો ક્યાંક હવે નશીલા પદાર્થની ખેતીમાં ખેડૂતો લાગ્યા છે. પરંતુ તેનું કારણ એ હોઇ શકે કે ખેડૂતોને પાકના ભાવ મળવાના કારણે તે નશીલા પદાર્થની (farming of marijuana) ખેતી તરફ વળ્યા હોય.

પોલીસને બાતમી ભાવનગરના તળાજા પંથકમાં ખેડૂત ગેર સામાજિક પ્રવૃત્તિમાં લાગી ગયો હતો અને નશીલા પદાર્થની ખેતી કરવા લાગ્યો હતો. જેની માહિતી પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસએ તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ખેડૂતએ ખેતીની સાથે ગાંજાનું નાનું વાવેતર પણ સાથે કર્યું હતું.

મસમોટું વાવેતર SOG પોલીસની(Special Operations Group) ટીમે પકડ્યો મસમોટો ગાંજાનો જથ્થોભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો ગાંજાના વાવેતરમાં ઝડપાયા છે. ત્યારે ભાવનગરની પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ખેતર વાડીમાં એરંડો અને તુવેરના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું. SOG ટીમને બાતમી મળતા રેડ પાડી અને લીલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજાના દરેક છોડને કાઢવામાં આવ્યા અને ધોરણસરની કાર્યવાહી ખેડૂત સામે NDPS એક્ટ મુજબ કરવામાં આવી હતી.

તુવેર વચ્ચે વાવેતર ભાવનગર SOG પોલીસને તળાજા તાલુકાના ઠળિયા ગામની વાવવાળી સીમમાં આવેલી આંબાભાઈ રાયાભાઈ સોહલા ઉંમર વર્ષ 50 વાળાની વાડીમાં એરંડા અને તુવેર વચ્ચે વાવેતર કરેલા 437 છોડ ગાંજાના મળી આવ્યા હતા. SOG પોલીસે 437 લીલા ગાંજાના છોડ કાઢીને એકઠા કર્યા. અને જ્યારે કબ્જે કરી માલસામાન લઈ જવા તજવીજ હાથ ધરી તો અધ ધ ધ કોથળા ભરાયા હતા. જેમાં 351 કિલો 180 ગ્રામ લીલો ગાંજો ભરાયો હતો.

મુદ્દામાલ કબ્જે ગાંજાની કિંમત(farming of marijuana) SOG ટીમે 17,55,900 આંકી છે. જ્યારે પકડાયેલા શખ્સના મોબાઇલની 500 રૂપિયા કિંમત ગણીને 17,56,400 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈને ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી. SOG પોલીસ ટ્રક ભરીને મુદ્દામાલ લઈ જવા મજબુર બની હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.