ETV Bharat / business

3 દિવસની તેજીને બ્રેક, જબરદસ્ત એક્શન બાદ Sensex 117 પોઇન્ટ તૂટ્યો - Share Market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 4:20 PM IST

આજે 15 મે, બુધવારના રોજ ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું છે. BSE Sensex 117 પોઇન્ટ ઘટીને 72,987 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty 0.08 ટકાના ઘટાડા સાથે 22,200 પર બંધ થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

મુંબઈ : આજે ભારતીય શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. શેરબજાર હળવા વધારા સાથે ખુલ્યા બાદ દિવસ દરમિયાન અનઅપેક્ષિત રહ્યું હતું. જોકે ટ્રેડિંગ સેશનના અંતે બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 117 પોઈન્ટ અને 17 પોઇન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ થયા, સાથે જ બજારમાં ત્રણ દિવસની તેજીને બ્રેક લાગી છે.

BSE Sensex : આજે 15 મે, બુધવારના રોજ BSE Sensex ગતરોજના 73,104 બંધની સામે 96 પોઈન્ટ વધીને 73,200 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે BSE Sensex 72,822 પોઈન્ટ ડાઉન ગયો અને 73,301 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 117 પોઇન્ટ ઘટીને 72,987 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.16 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજે 15 મે, બુધવારના રોજ NSE Nifty ગતરોજના 22,217 બંધની સામે 38 પોઈન્ટ વધીને 22,255 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે NSE Nifty 22,151 પોઈન્ટ ડાઉન ગયો અને 22,297 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈન્ડેક્સ 17 પોઈન્ટ ઘટીને 22,200 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.08 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં પાવર ગ્રીડ કોર્પો (2.20%), ભારતી એરટેલ (1.72%), NTPC (1.53%), M&M (1.32%) અને લાર્સનનો (0.93%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એશિયન પેઇન્ટ્સ (-1.84%), ટાટા મોટર્સ (-1.81%), HDFC બેંક (-1.57%), JSW સ્ટીલ (-1.21%) અને સન ફાર્માનો (-1.10%) સમાવેશ થાય છે.

  1. શેરબજાર નજીવા ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 52 પોઈન્ટ ઉપર, નિફ્ટી 22,200ને પાર
  2. સુંદરતા વધારવા માટે ડર્મા પ્રોડક્ટ્સની માંગ વધી, આટલા કરોડનો બિઝનેસ બની ગયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.