ETV Bharat / science-and-technology

ખેતરનો કચરો લઈ જવા માટે શ્રમિકોની હવે જરૂર નથી, રેલગાડી જેવી સિસ્ટમ તૈયાર

author img

By

Published : Nov 3, 2022, 8:59 AM IST

IITના સંશોધકોએ ખેતીની પ્રવૃત્તિઓમાં માનવબળની અછત ટાળવા પ્રોટોટાઈપ કેબલવે સિસ્ટમનું કર્યુ પરીક્ષણ
IITના સંશોધકોએ ખેતીની પ્રવૃત્તિઓમાં માનવબળની અછત ટાળવા પ્રોટોટાઈપ કેબલવે સિસ્ટમનું કર્યુ પરીક્ષણ

કેબલવે ટ્રાયલ ટ્રાંસપોર્ટ સિસ્ટમ તામિલનાડુના કરુર જિલ્લામાં ખેતરમાં હાથ ધરવામાં આવી હતી. જ્યાં સમગ્ર સિસ્ટમનું પરીક્ષણ કરાયું હતું. આ સિસ્ટમ (Indian farming system) મજૂરની અછત અને ખેતીમાં જે કચરો કે અન્ય કોઈ ઉત્પાદિત વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે.

તમિલનાડુ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ના સંશોધકોએ ખેડૂતોની NGO સાથે મળીને એક અનન્ય, કાર્યક્ષમ અને ખર્ચ અસરકારક કૃષિ પરિવહન પ્રણાલી વિકસાવી છે. જે ભારતીય (Indian farming system) ખેડૂતો જે સમસ્યાનો કરી રહ્યા છે એનો નીવેડો લાવ્યો છે. રીસર્ચ કરનારાઓની ટીમે એક મશીન તૈયાર કર્યું છે જે ખેતરનો કચરો લઈ જઈને એને ડમ્પિગ સાઈટ સુધી પહોંચાડે છે. એટલું જ નહીં જરૂરી સામાન પણ સ્ટોરેજ કે ગોદામ સુધી લઈ જવામાં મદદ કરે છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ મશીન તૈયાર કરવામાં વપરાયેલા પાર્ટ્સ સ્વદેશી છે.
IIT મદ્રાસની ટીમે સંસ્થા ‘પોથુ વિવસયેગલ સંગમ’ સાથે મળીને, કરુર જિલ્લાના નાનજાઈ થોટ્ટાકુરિચી ગામમાં એક ખેતરમાં આ પ્રોટોટાઈપ કેબલવે સિસ્ટમનું (Prototype cableway system) સફળ પરીક્ષણ કર્યું છે.

ખેતિના કચરાનો ઉકેલ: ખેતીની પ્રવૃત્તિઓમાં માનવશ્રમ અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટીમે એક મશીન તૈયાર કર્યું છે. કચરનાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ મશીન તૈયાર કરાયું છે. જ્યારે પાકને મેન્યુઅલી કલેકશન પોઈન્ટ પર લઈ જવામાં આવે છે. દાખલા તરીકે, કેળાના પાકના કચરાને ખેડૂતો જાત મહેનત કરીને ઉકરડા સુધી લઈ જતા હતા. જેના કારણે શ્રમિકોને પૈસા આપવા પડતા હતા. આ મશીન ઊભું કરવા માટે માત્ર ઓછી જગ્યાની જરૂર પડે છે. જે ખેતરમાંથી પસાર થાય છે. પણ મશીનને કારણે ખેતરને કોઈ નુકસાન થતું નથી.

ઓછું વીજ કંઝ્પ્શનઃ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ મશીન સૌથી ઓછું વીજ કંઝપ્શન લે છે. ઓછી ઉર્જા વપરાશને કારણે વધારે પડતો લોડ પડતો નથી. તેને ચલાવવા માટે માત્ર 2 વ્યક્તિઓની જરૂર પડે છે. જ્યાર પાકની લણણી થાય છે એ પછી આવા કચરાની સમસ્યાઓ મોટી થઈ જાય છે. IIT મદ્રાસના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાંથી પ્રો. શંકર કૃષ્ણપિલ્લાઈ દ્વારા ખેડૂતોના NGO સાથે હાથ મિલાવીને વિકસાવવામાં આવેલી આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કચરાને વહન કરવાની સમસ્યાનો નીવેડો લાવે છે. જેથી શ્રમિકોને જરૂરી એવી મજૂરી આપવી પડતી નથી.

“ભારતના કૃષિ ક્ષેત્રમાં આ મશીનને સરળતાથી સ્થાપિત કરી શકાય છે અને ઉત્પાદનના પરિવહનમાં શ્રમની જરૂરિયાતો ઘટાડી શકાય છે. આ મશીનના પાર્ટ સંપૂર્ણ રીતે સ્વદેશી છે અને દરેક પાર્ટ સરળતાથી કચરાનું વહન કરી શકે છે. જેને ભારતના કોઈ પણ ખેતરમાં સેટ કરી શકાય છે. આ મશીનની રેન્જને એક કિલો મીટરથી વધુ સુધી વધારી શકાય છે. ભવિષ્યમાં પણ, ટ્રોલીને સૌર ઉર્જા દ્વારા ચાર્જ કરવામાં આવતી બેટરી ચાર્જ કરી શકાય એવી બેટરીથી સમગ્ર મશીને ચલાવી શકાય છે.''--- પ્રો. શંકર કૃષ્ણપિલ્લઈ (મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ)

“આ કૃષિ પરિવહન પ્રણાલી ખાસ કરીને નદી કિનારે પાકની ખેતી કરતા ખેડૂતો માટે ઉપયોગી છે. દાખલા તરીકે, કરુર પ્રદેશમાં ઘણી ખેતીની જમીનો કાવેરી નદીની નહેરો દ્વારા સીધી સિંચાઈ કરે છે. પરિણામે મજૂરો માટે આ ભેજવાળી જમીનમાંથી ઉત્પાદન વહન કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે.'' --- શિવ સુબ્રમણ્યમ

કેવી રીતે કામ કરે છે સિસ્ટમ : કચરો વહન કરવા માટે તૈયાર કરેલી આ ટ્રાંસપોર્ટેશન સિસ્ટમમાં તમામ પાર્ટ સ્વદેશી બનાવટના છે. મશીનને ખેતરમાં ઊભું કરવા માટે ખેતરના કિનારે નાના નાના થાંભલા તૈયાર કરવામાં આવે છે. જેના પર મશીનના પાયા મજબુતાઈથી લોડને ખમી શકે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકે. હળવા વજનની રેલ 6 મીટરના ગાળા સાથે જોડે છે, પેટ્રોલ એન્જિનથી મેઈનટેન્સન્સ કરી શકાય છે. પ્રત્યેક ટ્રોલી લગભગ ચાલીસ કિલોનો ભાર વહન કરી શકે છે. અંતર વધારે હોય ત્યારે આમા કચરો બાંધીને લઈ જતા રેલગાડીના ડબ્બા જેવા કન્ટેનરને વધારી શકાય છે. જ્યારે અંતર ઓછું હોય ત્યારે એમાંથી કાઢી પણ શકાય છે. આ સિસ્ટમ સૌથી પહેલા ટી.એન. નામના વ્યક્તિના ખેતરમાં સેટ કરવામાં આવી હતી. આ સિસ્ટમ M/S ચોલામંડલમ ઇન્સ્યોરન્સમાંથી કોર્પોરેટ સામાજિક જવાબદારી ભંડોળ દ્વારા ઉભી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.