ETV Bharat / state

પાલીતાણા શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ

author img

By

Published : Jan 3, 2023, 4:05 PM IST

પાલીતાણા શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ
પાલીતાણા શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ

ભાવનગરના પાલીતાણા જૈન તીર્થનગરીનું શેત્રુંજી પર્વત પર હાલમાં જ અસામાજિક તત્વોનો ત્રાસ અને ભગવાનના ચરણ પાદુકા તોડવા જેવી બનેલી ઘટના બની હતી. જે બાદ સમગ્ર રાજ્યમાં જૈન સમાજનો ભારે (Jain community protest in Palitana) વિરોધ જોવા મળ્યો હતો. જેને લઈને હવે સમગ્ર શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા એક ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. (Palitana Shatrunjaya Hill Police Station)

જૈન તીર્થનગરીનું શેત્રુંજી પર્વતની સુરક્ષાને લઈને પોલીસ ચોકીનું નિર્માણ

ભાવનગર : પાલીતાણા શેત્રુંજી પર્વત પર ચાલતા વિવાદ અને બાદમાં ચરણ પાદુકા તોડવા જેવી ઘટના બાદ જૈન સમાજ રોષે (Jain community protest in Palitana) ભરાયો હતો. મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. જેના રાજ્યકક્ષાએ પડઘા પડ્યા બાદ અને સમેદ શીખરનો પણ પ્રશ્ન ઉભો થતાં ગુજરાત સરકારના માર્ગ દર્શન નીચે પાલીતાણા શેત્રુંજી પર્વત માટે એક ચોકીનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. (Palitana Shatrunjaya Hill Police Station)

આ પણ વાંચો જૈન મંદિરમાં હુમલા વિરોધમાં ડીસામાં રેલી,નાયબ કલેકટરને આવેદનપત્ર

ચરણ પાદુકા તોડવા સહિત દેશમાં અન્ય મુદ્દે વિરોધ ભારતમાં આવેલા જૈન તીર્થમાં સમેદ શિખર બાદ પાલીતાણાના શેત્રુંજી પર્વત બીજા ક્રમે છે. ત્યારે શેત્રુંજી પર્વત ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ અને ચરણ પાદુકાઓ (Shatrunjaya Parvat incident) તોડવા જેવી ઘટના બાદ જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલીઓ યોજવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર ભારતમાં પણ પડ્યા છે. ત્યારે ભાવનગરના પોલીસ તંત્ર દ્વારા શેત્રુંજી પર્વત ઉપર એક નવી જ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સમગ્ર શેત્રુંજી પર્વતની ચારે તરફથી સુરક્ષા કરશે અને પેટ્રોલિંગ મારફત બાજ નજર રાખશે. (Jain community protest in Gujarat)

આ પણ વાંચો શેત્રુંજી પર્વત પર મંદિરને લઈને વિવાદ, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહીં કે જમીન કોની?

પોલીસ ચોકીમાં કોણ કોણ પોલીસ અધિકારી અને જવાન ભાવનગર પાલીતાણાના શેત્રુંજી પર્વત ઉપર PSI સહિતની એક ટુકડી બનાવવામાં આવી છે. ટીમ રાત દિવસ પાલીતાણા શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં રાત દિવસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. સુરક્ષા માટે ચોકીમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ, 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમ ગાર્ડઝ, 8 TRB જવાનો નીમવામાં આવ્યા છે. આમ શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે એક ચોકી જ ઉભી કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા માહિતી ચોકી વિશે જાહેર કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.