ETV Bharat / state

શેત્રુંજી પર્વત પર મંદિરને લઈને વિવાદ, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહીં કે જમીન કોની?

author img

By

Published : Dec 17, 2022, 3:53 PM IST

ભાવનગરના પાલીતાણા ખાતે શેત્રુંજી પર્વત પર આવેલા મંદિરના પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે ફરી એક વખત (Palitana Shetrunji temple issue) વિવાદ ઉભો થયો છે.શેત્રુંજી પર્વત જૈનોના તીર્થ હોવાથી આણંદજી કલ્યાણજી પેઢી હક્ક ધરાવે છે. પરતું હાલ ફરી એકવાર મંદિરનો કબજાને લઈને પૂજારી મુકવા માગતા હોવાથી અને પર્વત પર પોતાનો હક્ક જતાવતા હોવાને પગલે વિવાદ સર્જાયો છે.(Anandji Kalyanji inherited)

શેત્રુંજી પર્વત પર મંદીરને લઈનેે વિવાદ, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહીં કે જમીન કોની?
શેત્રુંજી પર્વત પર મંદીરને લઈનેે વિવાદ, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહીં કે જમીન કોની?

પાલીતાણા શેત્રુંજી પર્વત પર મંદિર જમીન મામલે બે હિંદુ ધર્મના પક્ષમાં આમને સામને

ભાવનગર : જિલ્લાના પાલીતાણા શેત્રુંજી પર્વત પર કોની કોની માલિકી ? આ સ્પષ્ટતા સરકાર તરફથી નહિ હોવાથી બે હિન્દૂ ધર્મના પક્ષો વચ્ચે વિવાદો થઈ રહ્યા છે. મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે અને રાજકીય દબાણો શરૂ થતાં (Palitana Shetrunji mountain controversy) પોલીસ પીસાય છે. સરકારનો રેવન્યુ વિભાગ જમીન વિશે હક હિસ્સો જાહેર કરે તો વર્ષોનો વિવાદ શાંત થાય તેમ છે, પરંતુ તેવું થતું નથી.(Shetrunji mountain Temple of Mahadev)

પાલીતાણા શેત્રુંજી પર્વત પર વિવાદ મંદિરને લઈ આમ તો દેશમાં હિન્દુ મુસ્લિમના નામે રાજકારણ ચાલે છે, પરંતુ ભાવનગર જિલ્લામાં મંદિરની જગ્યાની માલિકી માટે હિન્દુ હિન્દુ વચ્ચે રાજકારણ રમાઈ રહ્યું છે. શેત્રુંજી પર્વત પર નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે અને શેત્રુંજી પર્વત જૈનોના તીર્થ હોવાથી આણંદજી કલ્યાણજી પેઢી હક્ક ધરાવે છે. પરંતુ કેટલાક અન્ય ધર્મ સ્થાનો વિવાદમાં છે. ત્યારે આણંદજી કલ્યાણજી પેઢી (Anandji Kalyanji generation) પોતાનો હક જતાવે છે. તેવા નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં CCTV અને પાઇપ લગાવતા નીલકંઠ મહાદેવના પૂજારી અને સાથી કર્મચારીઓએ પાઇપ હટાવતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

આ પણ વાંચો શક્તિપીઠ અંબાજી બન્યું આકર્ષણનું કેન્દ્ર, જૂઓ અદ્ભૂત નજારો

શું નોંધાઇ ફરિયાદ અને શું ઘટનામાં આ મામલે સમાધાન થયા બાદ ગઈકાલે ફરી એક વખત મંદિર બહાર CCTV કેમેરા મુકવા કામગીરી શરૂ હતી. શિવ મંદિરના પૂજારી અને તેના સાથીદારોએ તોડફોડ કરી હોવાની ફરિયાદ પેઢી દ્વારા નોન કોંગઝેબલ (NC) ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પેઢી દ્વારા કેમેરા મુકવા ઉભા કરાયેલા થાંભલા તેમજ બોર્ડ વગેરેની પૂજારી અને તેના સાથીઓએ તોડફોડ કરી હોવાના CCTV ફૂટેજ આપતા પાલીતાણા ટાઉનમાં 427 મુજબ NC ફરિયાદ લઈને કોર્ટમાં રિપોર્ટ કરાયો હતો. જોકે છ શખ્સોની ધરપકડ એટલા માટે કરાઈ હતી કે વધુ કોઈ વિવાદ કે તોડફોડ જેવી ઘટના કરવામાં આવે નહીં તેમ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના PI કે.એસ. પટેલે જણાવ્યું હતું. જોકે મંદિરના પૂજારી અને અન્ય શખ્સોને મોડી રાત્રે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું. (Controversy over temple on Mount Shetrunji)

આ પણ વાંચો બીરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ જોવા મળે છે બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક, જાણો ઈતિહાસ...

જમીન વિવાદ કેમ પહોચે છે પોલીસ સ્ટેશન ભાવનગરના શેત્રુંજી પર્વત પર આણંદજી કલ્યાણજી પેઢી હક્ક (Anandji Kalyanji inherited) ધરાવે છે, પરંતુ નીલકંઠ મહાદેવ જેવા મંદિરની જગ્યાને લઈને સરકારના રેવન્યુ વિભાગની અસ્પષ્ટતાને પગલે વિવાદો સર્જાય છે. સરકાર દ્વારા માલિકી હક્ક જાહેર કરવામાં આવે તો વિવાદનો અંત આવી શકે છે, ત્યારે બે હિન્દૂ ધર્મના પક્ષ વચ્ચે વારંવાર વિવાદ અને માથાકૂટના પ્રશ્નો બની રહ્યા છે અને રાજકીય વગ ધરાવનારા અંતે પોલીસ તંત્રને વચ્ચે લઈ આવતા વિવાદો વધતા હોવાની ચર્ચા જાગી છે. આખરે હિન્દૂ પક્ષના બે ધર્મના લોકોને સરકાર એક પાટલે બેસાડી વિવાદ થાળે પાડવામાં ક્યારેય નિષ્ફળ હોવાનું લાગી રહ્યું છે. (Controversy over temple in Palitana)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.